વનમંત્રી ગણપત વસાવાના ગામમાં દિપડાને સળગાવાયો, સરકારે આપ્યા તપાસના આદેશ
સુરતઃ વનમંત્રી ગણપત વસાવાના ગામે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હતો ત્યાર બાદ બાળકીનું મોત થયું હતું. આ મામલે રોષે ભારાયેલા ગામજનોએ દિપડાને સળગાવીને મારી નાખ્યો હતો. બાળકી પર દિપડાની હુમાલની ઘટના બાદ વન વિભાગે દિપડાને પાંજરે પુર્યો હતો. ત્યારે રોષે ભરાયેલા લોકોએ પકડાયેલા દિપડાને પાંજરાની અંદર જ સળગાવી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવનમંત્રી ગણપત વસાવાનું ગામ સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ગામમાં દિપડા સળગાવી દેવાની ઘટના બનતા વિવાદ શરૂ થયો છે. દિપડાને સળગાવાની ઘટના બનતા સરકારની ચિંતા વધી હતી. આ ઘટના બાદ વિવાદને ટાળવા માટે સરકારને તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતા. અને પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ કવરામાં આવી આવશે.
આ મામલે વાઇલ્ડ લાઇપ એક્ટ અંતર્ગત અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
માંગળરોળમાં એક સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. માંગરોળના વાડી ગામે બનેલી આ ઘટનાની જાણ થતાં વનમંત્રી ગણપત વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મૃતક બાળકીના પરિવારને સાંત્વના આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -