સુરતઃપત્નીના બીજા પુરુષ સાથે સેક્સ સંબંધ, યુવકે પકડી રંગે હાથ પછી શું આવ્યો કરુણ અંજામ
મનોજ પાસેથી પિતા, દીકરાને ઉલ્લેખીને લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. આ સૂસાઇડ નોટના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક મનોજને બે સંતાન છે. જોકે, પત્ની અઢી મહિનાથી પત્ની તેના ભાઈના ઘરે હતી. મનોજની કાર તેની સાસરી નજીકથી મળી આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેડરોડ ખાતેની ત્રિલોક સોસાયટીમાં રહેતો મનોજ પટેલ (ઉ.વ. 40) ઈંડાની લારી અને ટેલરિંગનો ધંધો કરતો હતો. ગત 22 ઓક્ટોબરની રાતે મનોજ ઘરે માલીસ કરાવીને આવું છું, તેમ કહીને નીકળ્યો હતો. પરંતુ મોડે સુધી મનોજ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ કરતાં ગંગાનગર નજીક કારમાં મનોજ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સુરતઃ શહેરના વેટરોડ પર એક યુવકે કારમાં જ સૂસાઇડ કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ યુવકે પત્નીના અન્ય પુરુષ સાથે લગ્નેત્તર સંબંધો અને પત્નીએ કરેલા દગાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સૂસાઇડ નોટમાં લખ્યું છે. નોંધનીય છે કે, રાંદેરના ગંગાનગર નજીક કારમાંથી યુવકની લાશ મળી આવી હતી. તેની પાસેથી મળેલી સૂસાઇડ નોટમાં યુવકે પત્નીના અફેર અને ઘર પોતાના નામે કરી પત્નીએ ઘરમાંથી કાઢી મૂક્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યું હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આગળ વાંચો બીજું શું લખ્યું છે સૂસાઇડ નોટમાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -