સુરતઃ ટપોરીને ડિવોર્સી યુવતી સાથે બંધાયા સંબંધ, પ્રેમિકાને બીજા બે સાથે સંબંધ હોવાની શંકાથી કર્યું એવું કૃત્ય કે થથરી જશો
આ ઉપરાંત સગરામપુરા વિસ્તારમાં રહેતા ઋત્વિક ભાઈલાલ પરમાર (ઉ.વ.22) અને મયુર પ્રવિણ રાઠોડ (ઉ.વ.આ.28)ને પણ પાર્ટી માટે બોલાવ્યા હતા. તેણે ત્રણેયને સોસિયો સર્કલથી કારમાં બેસાડ્યા હતા. ત્યાર બાદ તેને કોસમાડીના ફાર્મમાં લઈ ગયો હતો અને જ્યાં તમામને દારૂ પીવડાવી મહેફીલ કરાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાથાભારે શખ્સની છાપ ધરાવતા અનિલ કાઠીને ડિવોર્સી અને એક સંતાનની માતા સાથે લફરું હતું. તેને શંકા હતી કે, આ યુવતીના તેના જીજાજી મયુર રાઠોડ(28) તથા તેના મિત્ર ઋત્વિક પરમાર(22) સાથે પણ અનૈતિક સંબંધો છે. શુક્રવારે અનિલ કાઠીએ મયુરની સાળી અને તેની ડિવોર્સી પ્રેમિકાને ફોન કરીને બોલાવી હતી.
અનિલ અને તેના સાગરીતોએ મયુર સહિત તમામની પ્રેમિકાના અન્ય સાથે લફરા અંગે પૂછપરછ કરીને માર માર્યો હતો. અનિલે એ પછી મયુરના પગના છ અને હાથના અંગુઠાના બે મળીને કુલ આઠ નખ ખેંચી નાંખ્યા હતા. ત્યાર બાદ તેમણે અનિલની પ્રેમિકાનો પણ વારો પાડ્યો હતો અને તેના હાથના બે નખ પક્ડથી ખેંચી નાંખ્યા હતા.
અનિલે તેની પ્રેમિકા તથા જીજાજીને ઉઠાવી ગયો હતો. તેમની સાથે ઉઠાવેલા અન્ય એક શખ્સને પણ તેણે ઢોર માર માર્યો હતો અને મધરાતે ત્રણેયને રસ્તા પર ફેંકી દીધા હતા. આ ચકચારી ઘટનાને પગલે પ્રેમિકાએ અનિલની સામે દુષ્કર્મ, અપહરણ અને ઢોર માર મારવાની ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતઃ અનિલ કાઠી નામના ટપોરીને ડિવોર્સી અને એક સંતાનની માતા સાથે સંબંધો બંધાયા હતા. આ યુવતીને તેના જીજાજી મયૂર રાઠોડ(28) તથા તેના મિત્ર ઋત્વિક પરમાર(22) સાથે પણ અનૈતિક સેક્સ સંબંધો છે તેવી શંકા જતાં કાઠીએ પ્રેમિકા અને તેના જીજાજીના પક્કડથી નખ ખેંચી સજા આપ્યાની ચોંકાવનારી ઘટના બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -