સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કતારગામમાં બુધવારે સાંજે બનેલી હીરા લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.
તમામ આરોપી સાડા ત્રણ મહિનાથી આરટીઓ સામે એડવાન્સ પાવરગાર્ડ પ્રા.લી નામની સિક્યુરીટી કંપની ચલાવતાં હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
પોલીસે બન્ને ઈસમોની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ દ્વારા મુદ્દામાલ એક આરોપીના સાળાના ઘરે સંતાડવામાં આવ્યો હતો. આરોપીનો સાળો વિનોદ સુર્યપ્રદાસ તિવારી સંકલ્પ એપાર્ટમેન્ટ, મહાલક્ષ્મી મંદિર પાસે આનંદ મહેલ રોડ પર રહેતો હોવાની તેમણે કબૂલાત કરી હતી. જેથી પોલીસે ત્યાં જઈ લૂંટવામાં આવેલો મુદ્દામાલ 2200 કેરેટ હીરા કબ્જે કર્યા હતાં. જે ફરિયાદીને બતાવતા તેમણે ઓળખી બતાવ્યાં હતાં.
પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે,અડાજણ વિસ્તારમાં રહેતા બે આરોપીઓ જે મૂળ ઉતરપ્રદેશના વતની છે. તેમની વિવિધ ટીમો ગોઠવીને ભાળ મેળવી હતી. અને હીરાના મુદ્દા માલ ઝડપી પાડ્યાં છે. જે ફરિયાદીએ પણ ઓળખ કરી બતાવ્યાં છે. સમગ્ર કેસમાં હાલ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું કમિશનરે વધુમાં ઉમેર્યું હતું.
સુરતઃ ડાયંમડ નગરી સુરતમાં બુધવારે મોડી સાંજે બનેલી હીરાની લૂંટનો મામલો પોલીસે ચાર જ દિવસેમાં જ ઉકેલી નાંખ્યો છે. બુધવારે સાંજે કતારગામ પોલીસ સ્ટેશન નજીક આવેલી સેફ ડિપોઝીટ વોલ્ટમાં ગ્લો સ્ટાર ડાયમંડનો મેનેજર અને અન્ય કર્મીઓ કારમાં કરોડોની કિંમતના 2200 કેરેટના સોલીટેર મૂકવા જતા હતા. જે દરમિયાન સેફ ડિપોઝીટ વોલ્ટના 100 મીટર નજીકથી તેમના પર ફાયરિંગ કરી હીરા લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ટીમો ગોઠવીને તપાસ કરતાં બે આરોપીઓને આજે ઝડપી પાડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -