સુરતઃ ધોરણ 8ની સ્ટુડન્ટને યુવકે બનાવી હવસનો શિકાર, કઈ રીતે લઈ ગયો તે જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 May 2017 09:58 AM (IST)
1
મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં સાંજના સમયે એક યુવક ધોરણ 8ની વિદ્યાર્થીનીને સરનામું પૂછે છે. બાદમાં તેને તે સરનામે લઈ જવા માટે કહે છે. યુવક વિદ્યાર્થીનીને વરાછા વિસ્તારમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધી લઇ ગયો. જ્યાં એપાર્ટમેન્ટનું રિનોવેશન ચાલતુ હતુ.
2
ફ્લેટમાં જઇ યુવકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ. ઘટનાને અંજામ આપી આ યુવાન ત્યાંથી નાસી છૂંટ્યો. સીસીટીવી ફૂટેજના આધારે યુવાને બ્લુ કલરનો શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેર્યુ છે. પોલીસે આ વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
3
સુરતઃ સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે એક યુવાને દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. યુવકે વિદ્યાર્થીનીને સરનામું પૂછવાના બહાને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.