બારડોલીઃ પત્નીને કારમાં અન્ય યુવક સાથે જોઇ ગયો પતિ, પત્નીને પૂછતાં શું થયો ખુલાસો?
પત્નીએ બળાત્કાર થયો હોવાનું કહેતા જ પતિ-પત્ની બારડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પરિણીતાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કરતાં સમગ્ર મામલામાં પરિણીતાની મરજીથી અને પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું.
બારડોલીઃ બારડોલી તાલુકાના બાબેન ગામમાં રહેતી એક 22 વર્ષીય પરિણીતાએ મુસ્લિમ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા આખા ગામમાં ચકચાર મચી ગઈ છે. યુવતીને બળજબરીથી કારમાં બેસાડી ખેતરાળીની બંગલીમાં લઈ જઈને યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થઈ છે.
પત્ની ઘરે આવતાં જ પતિએ પૂછપરછ કરી હતી. ત્યારે પરિણીતાએ પતિને જણાવ્યું હતું કે, તે આઇસ્ક્રીમ લેવા જઈ રહી હતી, ત્યારે ક્વોલિસ કારમાં મિત્ર સાથે આવેલા માઝે તેને પરાણે ગાડીમાં બેસાડી દીધી હતી અને ધુલીયા રોડ પર આવેલા ખેતરની બંગલીમાં લઈ જઈને બળાત્કાર કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, બાબેન ગામમાં રહેતા એક બાળકનો પિતા ગત 28મીએ સાંજે નોકરીથી બારડોલી આવી રહ્યો હતો, ત્યારે તેણે બારડોલીના રામજી મંદિર પાસેના ઉપલી બજારના તાઇવાડ વિસ્તાર પાસે માઝ સલી અફણીયા સાથે ક્વોલિસ કારમાં પોતાની પત્નીને બેઠેલી જોઈ હતી.