સુરતઃ યુવતીનું રીક્ષામાં અપહરણ કરી અનેકવાર પરાણે માણ્યું સેક્સ, કોણ છે આ હવસખોર?
સુરતઃ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની યુવતીનું રીક્ષામાં અપહરણ કરી સુરતમાં ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કારીની પકડમાંથી મુક્ત થયેલી યુવતીની ફરિયાદને આધારે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક પોલીસકર્મી પણ હોવાનું સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈ રીતે મનીષની પકડમાંથી મુક્ત થયેલી પ્રિયાએ આરોપી મનીષ નહેરુભાઈ વસાવા અને પોલીસ કર્મચારી સંદીપ (રહે. સોનગઢ, પોલીસ ક્વાર્ટર્સ રૂમ નં 44) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ મનીષ, પોલીસકર્મી સંદીપ અને મનીષના એક મિત્રની ધરપકડ કરી છે.
મનીષે પ્રિયાને ધાકધમકી આપી બળજબરીથી હાથ પકડી રીક્ષામાં બેસાડી સોનગઢ લઈ આવ્યો હતો અને અહીંથી બસમાં બેસાડી સુરત લઈ ગયો હતો. અહીં તેણે પોતાના એક મિત્રના રૂમમાં ગોંધી રાખી હતી. તેમજ પ્રિયા સાથે અનેકવાર શારીરિકસંબંધ બાંધ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, ઉચ્છલ તાલુકાના નાના વાઘશેપાના ત્રણ સંતાનોના પિતા મનીષ નહેરુ વસાવાએ ગત 26મી માર્ચે 19 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે)નું બપોરે ઉચ્છલના નારણપુર ગામના બસ સ્ટેન્ડ પરથી રીક્ષામાં અપહરણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -