સુરતઃ ડોક્ટરે હોસ્પિટલમાં યુવતી સાથે અલગ અલગ જગ્યાએ પરાણે માણ્યું સેક્સ, ઉતાર્યો વીડિયો, જાણો શું થયું?
યુવતીના નિવેદનને આધારે પોલીસે ફરિયાદ નોંધી ડોક્ટરની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. જોકે, પોલીસ ફરિયાદના સમાચાર મળતાં ડોક્ટર ફરાર થઈ ગયો છે. હાલ, પોલીસે ડોક્ટરને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતી સાથે પરાણે સેક્સ માણ્યા પછી ડોક્ટરે યુવતી કોઇને કહેશે, તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જોકે, યુવતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેતાં ડોક્ટર ફરાર થઈ ગયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, થોડા સમય પહેલા યુવતી સારવાર માટે ડિંડોલી ખાતે આવેલા શ્રી સાઈ હોસ્પિટલ એન્ડ પ્રસુતિ ગૃહમાં ગઈ હતી. અહીં ડોક્ટર દ્વારા યુવતીને અલગ અલગ જગ્યાએ સેક્સસંબંધ બાંદ્યા હતા. એટલું જ નહીં, આ સમયે ડોક્ટરે વીડિયો પણ ઉતારી લીધો હતો.
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં યુવતી પર ડોક્ટર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ ડોક્ટરે પરાણે સેક્સ સંબંધ બાંધી મોબાઇલ ક્લિપ ઉતારી લીધો હોવાની ફરિયાદ કરતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે.