સુરતઃ ત્રણ વર્ષની માસુમ બાળકી પર યુવકે ગુજાર્યો બળાત્કાર, પિતા આવી જતાં શું થયું?
અહીંથી પિતા બાળકીને લઈ કંપનીના માલિક પાસે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બીજી તરફ લોકો ભેગા થઈ જતાં મહેન્દ્રસિંહને શોધીને ફટકાર્યો હતો અને પછી પોલીસને સોંપી દીધો હતો. બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવાતા તેના ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આ સમયે જ મહેન્દ્રસિંહના ઘરના ધાબા પરથી દીકરીનો રડવાનો અવાજ આવતાં તેઓ દોડીને ત્યાં પહોંચી ગયા હતા. અહીં અંધારામા મહેન્દ્રસિંહ બાળકી સાથે બળજબરી કરી રહ્યો હતો. જોકે, બાળકીના પિતા આવી જતાં મહેન્દ્રસિંહ ભાગી ગયો હતો. દીકરીને પિતાએ ખોળામાં લેતા લોહીલુહાણ મળી આવી હતી.
સુરતઃ સચિનમાં ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી જઈને યુવકે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળી પિતા દોડી જતાં યુવક રંગેહાથે ઝડપાઇ ગયો હતો. લોકોએ યુવકને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી દીધો હતો. હાલ, બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે.
ધાબા પર જતી વખતે તેને સિક્યોરિટી ગાર્ડે અટકાવતાં તેણે બાળકીને પિતાને આપવા જઈ રહ્યો હોવાનું કહ્યું હતું. થોડીવારમાં બાળકીના પિતા આવતાં સિક્યુરિટી ગાર્ડે આ અંગે વાત કરતાં તેઓ ઘરે દોડી ગયા હતા, પરંતુ તે મળી નહોતી. આથી તેઓ મહેન્દ્રસિંહના ઘરે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ દીકરી ન હોઇ તેઓ હતાશ થઈ ગયા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, સચિનની હોજીવાલા ઈન્ડસ્ટ્રીની એક બિલ્ડિંગના ધાબા પર ઘર બનાવી આ પરિવાર રહે છે. ગઈ કાલે રાતે નવ વાગ્યાની આસપાસ બાળકી ઘર પાસે રમી રહી હતી. દરમિયાન મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ(ઉ.વ.24) બાળાને ઉઠાવી ગયો હતો. બાળકીને ધાબા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -