સુરતઃ અસાઈમેન્ટ સ્વીકારવામાં ન આવતાં વિદ્યાર્થીનીએ ભર્યું આવું પગલું, જાણો વિગત
સુરત: સુરતના વેસુગામમાં વિસ્તારમાં રહેતી અને સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એલએલબીનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુનિવર્સિટી દ્વારા અસાઈમેન્ટ ન આપનાર વિદ્યાર્થીઓની યાદી બનાવવામાં આવી હતી. જેમાં 17 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં ઉર્વીનું નામ પણ સામેલ હતું. ઉર્વી સ્ટેટનું અસાઈમેન્ટ જમા કરાવવામાં એક દિવસ લેટ થઈ હતી. જેથી તેનું અસાઈમેન્ટ સ્વિકારવામાં આવ્યું ન હતું. જેના કારણે ઉર્વી ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
વેસુ ખાતે આવેલા સુમન આવાસમાં ઉર્વી જગન પરાતે(ઉ.વ.17) પરિવાર સાથે રહેતી હતી. પિતા પાલિકામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. ઉર્વી પરાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે લોના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
યુનિવર્સિટીમાં અસાઈમેન્ટ આપવામાં એક દિવસ લેટ થતા અસાઈમેન્ટ સ્વીકારવામાં ન આવતા ડિપ્રેશનમાં આવી વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -