સુરતઃ 9 વર્ષીય બાળકી પર યુવકે કર્યો બળાત્કારનો પ્રયાસ, બાળકીએ બૂમાબૂમ કરતાં શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jan 2019 10:28 AM (IST)
1
આ અંગેની વિગતો એવી છે કે, નવ વર્ષીય બાળકીને નરાધમ વીઆઇપી રોડ પર નવ નિર્મિત બિલ્ડિંગમાં લઈ ગયો હતો અને અહીં બાળકીનું મોઢું દબાવી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. બીજી તરફ બાળકીએ બૂમાબૂમ કરતાં યુવક ભાગી ગયો હતો. હાલ ખટોદરા પોલીસે ગુનો નોંધી નરાધમને પકડવાની તજવીજ હાથ ધરી છે.
2
સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર આવેલી નવી બિલ્ડિંગમાં યુવકે બાળકી પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, બાળકીએ બૂમાબૂમ કરતાં નરાધમ ભાગી ગયો હતો.