સુરતઃ પ્રિન્સિપાલે મને કિસ કરીને ગેરલાભ લેવાનો પ્રયાસ કર્યો પણ હું..............શિક્ષિકાએ વર્ણવી આપવિતી
23 વર્ષીય પરિણીત શિક્ષિકાએ આરોપ લગાવ્યો હતો કે શનિવારે ક્લાસ પુરા થયા બાદ હું રજા લેવા માટે પ્રિન્સિપાલની ઓફિસમાં ગઇ હતી. ત્યારે પ્રિન્સિપાલે શિક્ષિકાને પ્રથમ માળે આવેલો તેનો રૂમ ખોલવા કહ્યું હતું. પ્રિન્સિપાલ શાળાના પ્રથમ માળે રહે છે અને તે સમયે તેમની પત્ની આનંદમેળામાં ગઇ હતી. શિક્ષિકા ઉપર જઈને રૂમનું તાળું ખોલવા ગઇ એટલામાં પ્રિન્સિપાલ તેની પાછળ પહોંચી ગયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત: સુરતની કાપોદ્રાની નચિકેતા સ્કૂલના પ્રિન્સિપાલ ધનસુખ કિકાણી વિરુદ્ધ એક શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ધનસુખની ધરપકડ કરી હતી. શિક્ષિકાની ફરિયાદ બાદ તેના પરિવારજનોએ નચિકેતા વિદ્યાલય પર હલ્લો બોલાવતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.
પોલીસ ધનસુખને પકડી ગઇ હતી. પોલીસે ધનસુખ સામે આઇપીસી 354 મુજબ છેડતીનો ગુનો દાખલ કરાયો છે. જેમાં બે વર્ષ સુધીની જેલ થઇ શકે છે. પીડિતા શિક્ષિકાએ જણાવ્યું કે, જો આજે ફરિયાદ ના કરું તો પ્રિન્સિપાલ કાલે કોઇ અન્ય શિક્ષિકાને ભોગ બનાવે અને પરિવારની હિંમતને કારણે હું ફરિયાદ કરી શકી છું.
તે વખતે પ્રિન્સિપાલની પત્નીએ લંપટ પતિને સબક શીખવવા પણ કહ્યું હતું. જો કે, રવિવારે સવારે પ્રિન્સિપાલની પત્નીએ ફોન કરીને સમાધાનની વાત કરતા શિક્ષિકાના પરિવારજનો અકળાયા હતા. તેઓ રવિવારની સવારે શાળા પર પહોંચી ગયા હતા અને હલ્લો મચાવતાં લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.
ફરિયાદમાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે, તે મને રૂમની અંદર લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરી અડપલા કરવા શરૂ કરી દીધા. શિક્ષિકાએ પ્રતિકાર કર્યો અને તેને ઈજા પણ થઈ. આ ઘટના પછી શિક્ષિકાએ પ્રિન્સિપાલની આવી કરતૂતની જાણ બીજા સ્ટાફ અને પ્રિન્સિપાલની પત્નીને પણ કરી હતી.
શિક્ષિકાએ પોતાની આપવીતી વ્યક્ત કરતા કહ્યું કે, પ્રિન્સિપાલે રૂમનો દરવાજો બંધ કરતા હું હેબતાઇ ગઇ. બાદમાં તેમણે મારા કમરમા હાથ નાખ્યો હતો. એટલું જ નહિ મેં તેનો વિરોધ કર્યા છતાં તેણે મને પકડીને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. પ્રતિકાર કરવામાં એકવાર તો હું જમીન પર પડી ગઇ. મને ઇજા પણ થઇ. તેણે મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી છતાં હું ગમે તેમ તેને ચુંગાલમાંથી નીકળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -