સુરતઃ સગીરાને એક મિત્રએ આપી લગ્નની લાલચ ને પછી શરૂ થયો હવસનો ખેલ, ચાર-ચાર મિત્રો ગુજારતાં બળાત્કાર
અહીં માતા સાથેની વાતચીતમાં સગીરાએ પોતે પિરીયડમાં ન થતી હોવાનું અને ચાર મિત્રો દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની વાત કરી હતી. જેથી માતાએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી ચારમાંથી ત્રણને પકડી પાડ્યા છે. સગીરા સૌથી પહેલા જેના પરિચયમાં આવી હતી, તે કરણ હજુ ફરાર છે. પોલીસે વિદ્યાર્થિનીને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવમાં ધોરણમાં ભણતી 15 વર્ષીય સગીરા પર ચાર મિત્રોએ બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવતાં સુરતમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પરિવાર દ્વારા બળાત્કારની ફરિયાદ કરતાં અઠવા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
રમાકાંતે સગીરાને લગ્નની લાલચ આપી અઢી મહિના પોતાની પાસે રાખી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયગાળા દરમિયાન અન્ય ત્રણ મિત્રોએ પણ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનું સગીરા જણાવી રહી છે. ચાર મહિના પછી સગીરા પોતાની માતા પાસે પરત ફરી હતી.
નાનપુરા ટીમલીયાવાડ વિસ્તારમાં વિદ્યાર્થિની માતા તથા બે ભાઈઓ સાથે રહેતી હતી. ચાર મહિના અગાઉ વિદ્યાર્થિની સાયણ ખાતે રહેતી માસી પાસે જતી રહી હતી. અહીં સગીરા કરણ નામના યુવકના પરિચયમાં આવી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બંધાયા હતાં. બાદમાં કરણના અન્ય ત્રણ મિત્રો ભાવેશ, લાલુ અને રમાકાંતે પણ સગીરા સાથે સંબંધો બાંધ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -