ધમાકેદાર બેટિંગ સાથે ઉમરગામમાં 9 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડ્યો કેટલો વરસાદ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડ જીલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નારગોલ ગામમાં એક તળાવ આવેલું છે જેમાં વરસાદી પાણી ભરાતાં તળાવ ફાટી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સમગ્ર શહેરોમાં પાણી-પાણી જોવા મળ્યું હતું. આ ઉપરાંત ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડમાં 2.48 ઇંચ, પારડીમાં 1.69 ઇંચ, વાપીમાં 2.20 ઇંચ, ધરમપુર 2.28 ઇંચ અને કપરાડા 3.81 ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરત: દક્ષિણ ગુજરાતમા મોડી રાતથી ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ઉમરગામ, વાપી, વલસાડ, પારડી, ધરમપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે આજે સવારે પણ વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે રવિવારે એક નાનકડા વિરામ બાદ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થયેલી જોવા મળી હતી.
વલસાડની બાજુમાં આવેલ સંઘ પ્રદેશ દમણ અને ભિલાડ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
નવસારી મોડી રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેને કારણે વરસાદથી વાતાવરણમાં ફરીથી ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો છે. રાતભરમાં સૌથી વધુ વરસાદ વાપી અને ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ, ઉમરગામ રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં છે. ઉમરગામની 3 જેટલી સ્કૂલોમાં વરસાદને લઈ રજા જાહેર કરવામાં આવી છે.
ડાંગમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગયો છે. સાપુતારામાં પડી રહેલા વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ભરાયા છે. જોકે વરસાદના કારણે સાતુપારાનું વાતાવરણ રમણીય બન્યું છે અને એકધારા વરસાદના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે. સાથે જ નદીઓમાં પાણીની નવી આવક પણ જોવા મળી રહી છે.
તાપી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જિલ્લાના વાલોડ તથા આસપાસના વિસ્તારોમાં સારા વરસાદના અહેવાલ મળી રહ્યા છે. ડોલવણ તાલુકામાં અડધાથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. તાપીના વાલોડમાં બે ઈંચ, ડોલવડમાં ત્રણ ઈંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબક્યો છે.
ભરૂચ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા પંથકમાં ધીમેધારા વરસાદ પડી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સિઝનનો પેહલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી છે. શહેરમા મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -