સુરતઃ સેક્સ માણવા આવેલા યુવકને વિદ્યાર્થીનીએ કપડાં ઉતારવા કહ્યું ને પછી........
પોલીસ સ્ટેશનમાં જ ધમકી આપનારી માતાથી ડરેલી હિમાનીએ તેમની સાથે રહેવા જવાની ના પાડી હતી અને મંગેતર સાથે જવા કહ્યું હતું. જો કે હિમાની સગીર હોવાથી તેને મંગેતર સાથે ન મોકલવા સમજાવી હતી. બાદમાં હિમાનીને તેની ચેતના ફોઈ સાથે રહેવા જવા માટે મંજૂરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંટ્રોલ રૂમમાંથી આદેશ આવતાં પોલીસ તરત હિમાનીને ઘરે પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં રૂમમાં બંધ રાધાક્રિષ્નન મળ્યો હતો. પોલીસે તેને બહાર કાઢ્યો ત્યારે તેણે પોતે પાનકાર્ડ બનાવવા આવ્યો હોવાનું કહ્યું હતુ. બાદમાં પોલીસ બન્ને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશને હિમાનીને તેની માતાએ ધમકી આપી હતી.
હિમાનીએ તરત જ રૂમની બહાર નિકળીને દરવાજો બંધ કરી દીધો હતા અને નીચે ઉભેલા મંગેતરને ફોન કરી દેતાં તે અગાઉથી નક્કી થયા મુજબ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તેની માતાએ બહુ ધમપછાડા કર્યા પણ હિમાનીએ રૂમનો દરવાજો નહોતો ખોલ્યો. જો કે પોલીસ સ્ટેશને હદનો પ્રશ્ન આવતાં કન્ટ્રોલમાં ફોન કરાયો હતો.
બીજા દિવસે રાધાક્રિષ્નન 50 હજાર રૂપિયા લઈ આવ્યો અને હિમાનીની માતાને આપ્યા હતાં. માતાએ તેની સાથે રૂમમાં જવા હિમાનીને આદેશ કર્યો હતો. હિમાનીએ રાધાક્રિષ્નન સાથે રૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો હતો ને રાધાક્રિષ્નનને કપડાં ઉતારી નગ્ન થવા કહ્યું હતું. સેક્સ માણવા અધીરો બનેલો રાધાક્રિષ્નન નગ્ન થઈ ગયો હતો.
હિમાનીની માતાએ ફોન પર સામેની વ્યક્તિને ખાતરી આપી હતી કે તે 50 હજારના બદલામાં હિમાની સાથે નિયમિત રીતે સેક્સ સંબંધ બાંધી શકશે. આ વાત હિમાનીએ પોતાના મંગેતરને કરી હતી. મંગેતર સાથે મળીને તેમણે પ્લાન કર્યો કે,રાધાક્રિષ્નન આવે તો ઘરનો દરવાજો બંધ કરી દઈને પોલીસને જાણ કરવી.
હિમાનીની સગાઈ એક યુવક સાથે થઈ છે. ત્રણ દિવસ અગાઉ હિમાનીની માતા કોઈ અજાણ્યા રાધાક્રિષ્નન નામના શખ્શ સાથે ફોન પર વાત કરતી હતી. આ વાતચીત હિમાની સાંભળી ગઈ હતી. તેની સગી માતા તેનો 50 હજારમાં સોદો કરી રહી હતી તે સાંભળીને હિમાનીને આઘાત લાગી ગયો હતો.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે રાંદેર પાલનપુર જકાતનાકા કેનાલ રોડ પર આવેલા એર એપાર્ટમેન્ટમાં ખાતે રહેતી હિમાની(નામ બદવ્યું છે) 17 વર્ષની છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. ત્રણ બહેનોમાં સૌથી નાની હિમાનીની માતાએ જમીન દલાલ સાથે બીજાં લગ્ન કર્યા હોવાથી ત્રણેય બહેનો જમીન દલાલ પિતા સાથે રહે છે.
સુરતઃ ધોરણ 11માં ભણતી 17 વર્ષીય વિદ્યાર્થીનીનો તેની જ માતાએ 50 હજારમાં સોદો કર્યો હતો. વિદ્યાર્થીની આ વાત સાંભળી ગઈ હતી તેથી તેણે પોતાના મંગેતરને વાત કરી હતી. બંનેએ નક્કી કર્યા પ્રમાણે માતાએ નક્કી કરેલો ગ્રાહક વિદ્યાર્થીની સાથે સેક્સ માણવા આવ્યો ત્યારે પોલીસને ફોન કરી દેતાં માતાનો ભાંડો ફૂટી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -