નવસારીઃ પટેલ યુવતી પર મુસ્લિમ યુવકે ફેંક્યો એસિડ, એકતરફી પ્રેમમાં હતો પાગલ, પહેલાં પણ કરેલો હુમલો
નવસારીઃ નવસારીની અગ્રવાલ કોલેજની એન્જીનિયરીંગની વિધાર્થીની શીતલ પટેલ પર એસિડ એટેકની ધટના સામે આવી છે. કોલેજ જવા વાહનની રાહ જોતી ચીખલીની શીતલ પર ખુડવેલ ગામના મુસ્લિમ યુવાને એસિડ ફેંક્યો હતો. બળતરા થતાં યુવતીએ બૂમાબૂમ કરી મૂકતાં લોકો દોડી આવ્યા હતા જ્યારે યુવક ફરાર થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં આર.સી. હોસ્પિટલ રોડ પરની એસએસ અગ્રવાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી 24 વર્ષીય શીતલ આજે સવારે 8 વાગ્યાના સુમારે નવસારી બસ સ્ટેન્ડ પાસે વાહનની રાહ જોઈને ઊભી હતી ત્યારે શાહનવાઝ ખલીફાએ અત્યંત જ્વલશીલ એસિડ યુવતી પર છાંટતા નાસભાગ મચી ગઈ હતી.
જો કે શાહનવાઝ એકતરફી પ્રેમમાં પાગલ બનીને યુવતીને અવારનવાર મળવા માટે દબાણ કરતો હતો. યુવતી વશ ન થતાં તેણે એસિડ છાંટી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. ઘટના બાદ શાહનવાઝ નાસી છૂટ્યો હતો. શાહનવાઝે અગાઉ પણ યુવતી પર આ રીતે હુમલો કર્યો હતો.
ગંભીરપણે દાઝી ગયેલી યુવતીને નવસારીની સરકાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે શાહનવાઝ ખલીફા અને શીતલ વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો, પરંતુ સમય જતાં બંને વચ્ચે ખટરાગ ઊભો થતાં બંને જુદા પડી ગયા હતા. એ પછી યુવતીએ શાહનવાઝને સાથેનો સંપર્ક કાપી નાંખ્યો હતો.
ભોગ બનેલી યુવતીને સારવાર માટે હોસ્પીટલમા ખસેડવામા આવી છે, જ્યાં તેની સારવાર કરવામા આવી રહી છે. યુવતી ચહેરા તેમજ છાતીના ભાગે દાઝી ગઈ છે . અગાઊ પણ એકતરફી પ્રેમમાં પાગલ આ યુવાન સાથે મગજમારી થતા પોલીસ મથકે સમાધાન થયું હતું. આજે તેણે ફરી એસીડ ફેકી યુવતી પર જીવલેણ હુમલો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -