76 લાખ રૂપિયાની રોકડ સાથે પકડાઇ નવસારીની યુવતી, મીડિયાને જોતા ટેબલ નીચે છૂપાઇ ગઈ

દિપ્તી નવસારીના ચીખલી વાણીયા વાસમાં રહે છે અને ફેશનડિઝાઇનરનો કોર્ષ કરે છે.તેમની પાસેથી રૂપિયા 2000ના દરની નોટોના 38 બંડલ એટલે કે, રૂપિયા 76 લાખ મળી આવ્યા હતા. આ અંગે તેમની પૂછપરછ કરતાં કોઈ યોગ્ય જવાબ ન મળતાં તેમણે પોલીસ સ્ટેશન લવાયા હતા. તેમજ સુરત આયકર વિભાગને જાણ કરવામાં આવી હતી.
શંકાના આધારે કારને આંતરતા તેમાંથી મોટાપાયે નવી ચલણી નોટ પકડાઈ છે. આ ગાડીમાં એક યુવતી સહિત ચાર લોકો હતો, જેમાં ગિરીશભાઈ મોતીભાઈ પટેલ (ઉ.વ.45, રહે-ગોરગામ, વલસાડ), અરુણભાઈ કાશીનાથ અમૃતર (ઉ.વ.58, રહે- નાશિક, મહારાષ્ટ્ર), રણકુમાર રાજકુમાર સિંગ (ઉ.વ.46, રહે- નાશિક, મહારાષ્ટ્ર) અને દિપ્તી હશમુખભાઈ પટેલ(ઉ.વ.30, રહે નવસારી)નો સમાવેશ થાય છે.
હાલ ઈન્કમટેક્સ વિભાગે વધુ કાર્રવાઈ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ આ નવી નોટ મુંબઈથી લાવવામાં આવી રહી હતી. પકડાયેલા 76 લાખ રૂપિયામાં તમામ નવી બે હજારની નોટ છે. 76 લાખ રૂપિયાની નવી ચલણી નોટ ઝડપાતા બેંકો પણ શંકાના ઘેરામાં આવી છે. કેમ કે હજુ તો લોકોને પુરતા ખાવાના પણ નાણાં નથી મળી રહ્યા. ત્યારે આ લોકો પાસે આટલા બધાં નાણાં ક્યાંથી આવ્યા એ મોટો સવાલ છે.
સુરતઃ નોટબંધી બાદ કાળાને ધોળા કરવાની લાહ્યમાં દિવસેને દિવસે નવી ચલણી નોટની હેરાફારી વધતી જ જઈ રહી છે. આજે સુરત જીઆઈડીસી વિસ્તારમાંથી 76 લાખ રૂપિયાની નવી ચલણી નોટ સાથે યુવતી સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર મળતાં જ મીડિયા પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. દરમિયાન મીડિયાને જોતાં જ આ યુવતી ટેબલ નીચે સંતાઇ ગઈ હતી અને મીડિયાથી બચવાનો પ્રયાસ કર્યો હતો.