સુરતમાંથી 2000ના દરની 76 લાખની નવી નોટ ઝડપાઈ, મહિલા સહિત ત્રણની ધરપકડ
સુરતઃ નોટબંધી બાદ કાળાને ધોળા કરવાની લાયમાં દિવસેને દિવસે નવી ચલણી નોટની હેરાફારી વધતી જ જઈ રહી છે. આજે સુરત જીઆઈડીસી વિસ્તારમાંથી 76 લાખ રૂપિયાની નવી ચલણી નોટ સાથે મહિલા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. શંકાના આધારે કારને આંતરતા તેમાંથી મોટાપાયે નવી ચલણી નોટ પકડાઈ છે. હાલ ઈન્કમટેક્સ વિભાગે વધુ કાર્રવાઈ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપકડાયેલા 76 લાખ રૂપિયામાં તમામ નવી બે હજારની નોટ છે. 76 લાખ રૂપિયાની નવી ચલણી નોટ ઝડપાતા બેંકો પણ શંકાના ઘેરામાં આવી છે. કેમ કે હજુ તો લોકોને પુરતા ખાવાના પણ નાણાં નથી મળી રહ્યા. ત્યારે આ લોકો પાસે આટલા બધાં નાણાં ક્યાંથી આવ્યા એ મોટો સવાલ છે.
મળતી વિગતો મુજબ આ નવી નોટ મુંબઈથી લાવવામાં આવી રહી હતી. ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓમાં જે મહિલા છે તેનું નામ દિપ્તી પટેલ છે જે એક ફેશન ડિઝાઈનર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -