✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'ગબ્બર ઇઝ બેક': અલ્પેશ થયો જેલમાંથી મુક્ત, પરિવારને જોઇ થયો ભાવુક, હાર્દિક પહોંચ્યો સ્વાગત માટે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2018 10:08 AM (IST)
1

2

3

સુરતઃ રાજદ્રોહ કેસમાં આરોપી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના જેલમાંથી બહાર આવી ગયો છે. અલ્પેશના સ્વાગત માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આશરે ત્રણ મહિનાના જેલવાસ બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ થઇ છે. વિવિધ ત્રણ કેસોમાં અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

4

જેલમાંથી બહેર આવતા અલ્પેશને પરિવારજનો દ્વારા તિલક કરી હારતોરા કરવામાં આવ્યા હતા. દરમિયાન પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. ભવ્ય સ્વાગત અને પરિવારને મળતા અલ્પેશની આંખોમાં આંસુ આવી ગયા હતા.

5

6

સુત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશના સ્વાગત માટે પોલીસ દ્વારા જેલ પાસે માત્ર ત્રણ ગાડી લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, મોટી સંખ્યામાં પાટીદારો લાજપોર જેલ પહોંચવા લાગ્યા છે. સાથે સાથે ઉધનાથી સચિન વચ્ચે 8 જગ્યાએ ઉપર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંકલ્પ યાત્રા સુરતથી કાગવડ ખોડલધામ અને ત્યારબાદ ઊંઝા ઉમિયાધામ પહોંચીને સંકલ્પ યાત્રાનો પૂર્ણ થશે.

7

જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્પેશે તમામ લોકોનો આભાર માન્યો હતો. હાર્દિકના નિવેદન પર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, પોસ્ટર બોયની વાત નહીં, સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્વ કરીશ. પાસ કન્વીનર ધાર્મિક માલવિયા કોર્ટ દ્વારા આપવામાં આવેલું બીડુ લઇને લાજપોર જેલ પહોંચ્યા હતા.

8

અલ્પેશને આવકારવા માટે PAASએ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. જે શહેરના ઉધના દરવાજાથી શરૂ થશે. લાજપોર જેલ બહાર અલ્પેશની મુક્તિને લઈને સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દરમિયાન હાર્દિક પટેલે અલ્પેશ કથિરિયાને આંદોલનનો નેતા જાહેર કર્યો છે. અલ્પેશને મળી તેમના પરિવારજનો ભાવુક થયા હતા.

  • હોમ
  • સુરત
  • 'ગબ્બર ઇઝ બેક': અલ્પેશ થયો જેલમાંથી મુક્ત, પરિવારને જોઇ થયો ભાવુક, હાર્દિક પહોંચ્યો સ્વાગત માટે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.