સુરતઃ જમાઈ સાથે સેક્સ સંબંધ ધરાવતી મહિલાના ભાજપના નેતાએ કરેલી શરમજનક હરકત, વાંચીને લાગશે આઘાત
પ્રવીણ કહારના જમાઇ જયેશનો મહિલા સાથે આડાસંબંધ હોવાની જયેશની પત્નીને શંકા જતાં આરોપીઓએ મારમાર્યો હતો. ઝોન-4ના ડીસીપી લીના પાટીલે જણાવ્યું કે, મહિલાને જાહેરમાં માર મારવાના કેસમાં મહિલાએ જેમની સામે ફરિયાદ કરી છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ મહિલાના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી હતી, જે સંદર્ભે પણ ગુનો નોંધ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરૂઆતમાં પોલીસે કોર્પોરેટરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો કમિશનર સમક્ષ આવ્યો પરંતુ સીપી રજા પર હોવાથી નાયબ પોલીસ કમિશનર ડૉ. લીના પાટિલને ગુનો નોંધાવવાનો આદેશ કર્યો હતો.મહિલાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી હતી. આરોપી મયંક પ્રતાપ કહાર, મોનીલ પ્રતાપ કહાર, અંકિત જગદીશ બારેસલ્લીવાલા, પ્રવીણ જેરામ કહાર, તેમની પત્ની સુશીલા પ્રવીણ સહિતના 10 સામે મારામારી છેડતી અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
જોકે, રાંદેર પોલીસે ગુનો નોંધવાના બદલે માત્ર જાણવાજોગ નોંધ કરી અટકાયતી પગલાં લઈ સંતોષ માની લીધો હતો. જાહેરમાં મહિલાને નગ્ન કરીને માર મારનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ ભાજપના વોર્ડ નં. 20ના કોર્પોરેટર પ્રવીણ જેરામ કહાર હતા. પ્રવીણ કહારને તેના જમાઇ આડાસંબંધ ધરાવતા હોવાની જાણ થતાં આ મારામારી થઇ હતી.
પીડિત મહિલાએ જણાવ્યું કે, બાદમાં નગ્નાવસ્થામાં જ મારુ કારમાં અપહરણ કર્યું હતું. વિવેકાનંદ સર્કલ પાસે લઈ જઈ ત્યાં જાહેરમાં માર માર્યો હતો. જ્યાં કોઇ અજાણી વ્યક્તિએ પોલીસ કંન્ટ્રોલમાં ફોન કર્યો હતો. તમામને અઠવા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જ્યાં કેસ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાના કારણે કેસને રાંદેર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, રાંદેરની 42 વર્ષીય એક પરિણીતાએ પોલીસ કમિશનરને કરેલી અરજી મુજબ તેમનો રાંદેરના તાડવાડી વિસ્તારમાં એક ફ્લેટ છે. જ્યાં ગુરુવારે સવારે તેઓ દસ વાગ્યે તેમના એક મિત્ર તેમની ખબર અંતર પૂછવા આવ્યા હતા. એ સમયગાળામાં જ ભાજપના કોર્પોરેટર સહિત દસેક માણસોનું ટોળું હથિયારો સાથે ફ્લેટમાં ઘૂસ્યું હતું. જે તમામે વ્યકિતગત ખોટા આક્ષેપો કરી માર મારવાનું શરૂ કર્યું હતું. બંન્નેને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેઓને નગ્ન કરી ઢોર માર્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાની પેનલમાં પ્રવીણ કહાર ચૂંટાયા હતા. બીજી બાજુ મહિલા સામે પણ દારૂની બોટલ રાખવાની ફરિયાદ નોંધી હતી. રાંદેર પોલીસની ભૂંડી ભૂમિકા હોવાથી તપાસ જહાંગીરપુરા પોલીસને સોંપાઇ છે.
સુરત: સુરતમાં ભાજપના કોર્પોરેટરે એક મહિલાને નગ્ન કરી ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ભાજપના કોર્પોરેટર પ્રવીણ કહારેને પોતાના જમાઇની રાંદેરની એક મહિલા સાથે આડાસંબંધની જાણ થતાં ફ્લેટમાં મહિલાને નગ્ન કરી ઢોરમાર માર્યો હતો. કોર્પોરેટરે બંન્નેનું કારમાં અપહરણ કરી મક્કાઇપુલ પાસે જાહેરમાં નગ્ન કરી ફટકાર્યા હતા. શરૂઆતમાં રાંદેર પોલીસે ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હતો પરંતુ મામલો સીપી સુધી પહોંચતા 48 કલાક બાદ ફરિયાદ નોંધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -