સુરતઃ પાટીદારોએ કેજરીવાલના વિરોધમાં લગાવ્યા પોસ્ટર્સ, પૂછાયા આ સાત સવાલો
દિલ્લી માં શીલા દીક્ષિત ને જેલ મોકલવાની વાત કરી સરકાર માં આવ્યા છો તો શા માટે કામગીરી ના કરી? આપ અને મોદીજીની કોઈ સેટિંગથી જ પાટીદારોના ભાગલા પાડવા આવી રહયા છે કેજરીવાલ? ઉલ્લેખનીય છે કે ભારતીય આર્મી દ્ધારા પીઓકેમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક પર પુરાવાઓ માંગવાને લઇને કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસોથી લોકોના નિશાના પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોસ્ટરમાં કેજરીવાલને સાત સવાલ પૂછવામાં આવ્યા છે. પોસ્ટરમાં ઉઠાવવામાં આવેલા સવાલમાં પૂછવામાં આવ્યું છે કે શું કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે?. શું કેજરીવાલ ભાજપના એજન્ટ છે?. આંદોલનમાં પાટીદારો શહીદ થયા ત્યારે ક્યાં ગયા હતા કેજરીવાલ?
સુરતઃ સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સુરતના કપોદ્રા વિસ્તારમાં અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિએ આ પોસ્ટર લગાવ્યા છે. નોંધનીય છે કે કેજરીવાલ 16 ઓક્ટોબરના રોજ સુરતની મુલાકાતે આવવાના છે. અહીં કેજરીવાલ એક જાહેરસભા યોજશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -