સુરતઃ પાટીદાર યુવતીનું વિધર્મી શકીલે કર્યું શારીરિક શોષણ, પછી શું કર્યું કે પાટીદારો ભડકી ઉઠ્યા?
પોલીસે આ રેલીને મંજૂરી નહોતી આપી તેથી હવે ટોળાં સામે ગુનો નોંધવા વીડિયોગ્રાફી અને ફોટોના આધારે ઓળખ કરવાની કવાયત શરૂ કરી છે. રવિવારે આ મામલે અમરોલી પોલીસમાં જાહેરનામાના ભંગ અને રાયોટિંગનો ગુનો દાખલ થાય તેવી સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યકરોએ લજામણી ચોકથી જંગી રેલી કાઢી હતી અને પોણો કલાકમાં 2 કિ.મી સુધી ગયા હતા. સુદામા ચોક ખાતે રેલીના સમાપન સમયે તમામે રામધૂન, ભજન કિર્તન, સૂત્રોચ્ચારો અને દેખાવો કર્યા હતા. લજામણી ચોકથી 800 માણસોથી શરૂ થયેલી રેલી સુદામા ચોક સુધી પહોંચતાં સુધીમાં હજારો માણસો તેમાં જોડાઈ ગયા હતા.
જો કે લોકોના ટોળાંએ સાંજે લજામણી ચોક પર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. થોડીવારમાં પોલીસે તમામને વિખેરી નાખ્યા હતા પણ રાત્રે 9.15 વાગ્યાના અરસામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો સોશિયલ મીડિયાના મેસેજને કારણે મોટા વરાછાના લજામણી ચોક પર ભેગા થઈ ગયા હતા.
બીજી તરફ આક્રોશ વધતાં લવ જેહાદના મામલે હિન્દુ સંગઠનોએ શનિવારે મોટાવરાછા લજામણી ચોકથી સુદામા ચોક સુધી રેલીનું આયોજન કર્યું હતું પણ પોલીસે તેમને મંજૂરી નહોતી આપી. કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસે શનિવારે સાંજે 4 વાગ્યાથી બે કિલોમીટરના વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
લોકોનો આક્રોશ જોઈને પોલીસ હરકતમાં આવી હતી અને શકીલના મિત્ર એવા માંલેગાવના બે યુવકોની પૂછપરછ કરતાં શકીલ હિન્દુ પરિણીતાને ભગાડીને અજમેર ગયો હોવાની ખબર પડી હતી. અમરોલી પોલીસે અજમેર ખાતેથી બંનેને ઝડપી પાડ્યા છે. અગાઉ પણ શકીલ તેને ભગાડી ગયો હોવાની વાત ખૂલી હતી.
મોટા વરાછાની ચાલમાં રહેતા શકીલે ઘર નજીક રહેતી પટેલ પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી તેનું શારીરિક શોષણ કર્યું હતું. લોકોમાં આ વાત પ્રસરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શકીલે અન્ય કેટલીક યુવતીઓને પણ ફસાવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તપાસ કરવા માટે માગણી ઉઠાવી હતી.
લવ જેહાદની આ ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા શનિવારે સાંજે 8.30 કલાકે મોટા વરાછાના લજામણી ચોક ખાતેથી પાટીદારોએ જંગી રેલી કાઢી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ આ રેલીમાં જોડાયા હતા. રેલી બે કિલોમીટર લાંબી હતી ને તેમાં હજારો લોકો જોડાયા હતા.
સુરતઃ મોટા વરાછાની એક પટેલ યુવતીને શકીલ નામના વિધર્મી યુવાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. યુવતીનાં લગ્ન થઈ ગયા પછી પણ તેણે યુવતી સાથે પરાણે સેક્સ સંબંધ બાંધ્યા ને પછી લગ્નની લાલચ આપીને ભગાડી જતાં પાટીદારોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -