સુરતઃ ટ્રેનના કોચમાં બે વ્યક્તિ ઘૂસી ને પછી NRI યુવતી સાથે શું કર્યું ? જાણો ચોંકાવનારી વિગત
વહેલી સવારે 7 કલાકે તેઓ સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા અને રેલવે પોલીસને જાણ કરી હતી. જો કે, પોલીસને તેની ફરિયાદ લેવાના બદલે તેમને બેસાડી રાખ્યા હોવાનું બિનાબેને જણાવ્યું હતું. ત્યારબાદ સંબંધીઓને જાણ કરતા તેઓને ઈજા પહોંચી હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન આજે(રવિવાર) વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે આણંદ-નડીયાદ વચ્ચે તેમના કોચમાં બે અજાણ્યા લોકો ઘૂસ્યા હતા અને મહિલાઓ પર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. બિનાબેન પાસે રહેલા પર્સને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. અને કોચમાં ઝપાઝપી સર્જાઈ હતી. જેથી બિનાબેનને ઈજા પહોંચી હતી.
સ્ટેશન આવતું હોવાથી ટ્રેન ધીમી પડી હતી. જેથી બન્ને લૂંટારા ત્રણ હજાર પાઉન્ડ, રોકડા અને ઘરેણા ભરેલું પર્સ લૂંટીને ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયા હતા. લૂંટનો ભોગ બનેલા બિનાબેને ચેઈન પુલીંગનો પણ પ્રયાસ કર્યો હતો. પણ ટ્રેન રોકાઈ ન હતી. ત્યારબાદ ટ્રેન વડોદરા પહોંચતા રેલવે પોલીસને લૂંટની જાણ કરી હતી.
સુરેન્દ્રનગર ખાતે લગ્ન પ્રસંગ હોવાથી બિના પોતાની બહેન સાથે સુરેન્દ્રનગર ગયા હતા. શનિવારે ટ્રેન મારફતે સુરેન્દ્રનગરથી સુરત ફરી રહ્યા હતા ત્યારે લૂંટનો ભોગ બન્યા હતા. બિના જામનગર તીરુવલ્લમ એક્સપ્રેસ ટ્રેન મારફતે સુરેન્દ્રનગરથી બહેન અને તેના પુત્ર સાથે સુરત આવી રહ્યા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે, બિના દિનેશભાઈ દેપાલા લંડનમાં પરિવાર સાથે રહે છે. તેમના પતિના અવસાન બાદ બે સંતાનોના ગુજરાન માટે લંડનમાં બ્યૂટી પાર્લરમાં કામ કરે છે. 17 જુલાઈના રોજ તેઓ સુરતમાં પિતરાઈ બહેનના ઘરે આવ્યા હતા. અને રાંદેર ખાતે રહેતી પિતરાઈ બહેન નિશાના ઘરે રોકાયાં હતાં.
સુરતઃ લંડનથી ગુજરાત આવેલી એનઆરઆઈ યુવતી લગ્નમાં હાજરી આપ્યા બાદ સુરત પરત ફરતી હતી ત્યારે તેને માર મારી ટ્રેનમાં લૂંટી લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવતીએ જણાવ્યું હતું કે, રેલવે પોલીસને ઘટનાની જાણ કરવા છતાં પણ તેને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ હતી ને કોઈ કાર્યવાહી કરી નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -