‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરિયલ કેમ છોડી ? ‘ટપુ’ ભવ્ય ગાંધીએ આપ્યો શું જવાબ?
વિદ્યાર્થીઓ સાથેના પ્રેરણાસભર ચર્ચા સત્રમાં ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે, નવી ઉંચાઇઓ હાંસલ કરવા માટેના સાતત્યપૂર્ણ પ્રયાસોથી વિદ્યાર્થીઓને સફળતા ચોક્કસપણે મળી શકે. શાળાના કેમ્પસમાં તેમની ઉપસ્થિતિ અન્ય વિદ્યાર્થીઓ માટે ચોક્કસપણે પ્રોત્સાહક અને પ્રેરણાદાયી સાબિત થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો કે, કામના બોજની સાથે તેમણે કેવી રીતે અભ્યાસ ચાલુ રાખ્યો. આ પ્રશ્નનો જવાબ આપતા ભવ્યે જણાવ્યું હતું કે, અભિનયની સાથે તેઓ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શક્યાં નથી, પરંતુ તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને અભ્યાસ ચાલુ રાખવાની ઇચ્છા પણ પ્રદર્શિત કરી હતી.
ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે, જીવનમાં સફળ થવા માટે સખત મહેનત ખૂબ જ જરૂરી છે. તેમજ માતા-પિતાના સહયોગથી તેમણે સફળતા હાંસલ કરી છે. પોતાના પરિવારનો સહકાર ના હોત તો પોતે આ મુકામ પર ના પહોંચ્યો હોત તેવું ભવ્યે ભારપૂર્વક જણાવ્યું હતું.
ભવ્ય ગાંધીને ઘણા બધા વિદ્યાર્થીઓએ તારક મહેતા સીરિયલ છોડવા અંગે સવાલો કર્યા હતાં. ભવ્ય ગાંધીએ કોઈ વિવાદમાં ના પડાય તેવો જવાબ આપીને વાતને આટોપી લીધી હતી. ભવ્ય સાથે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રધ્ધા ડાંગર પણ જોડાઈ હતી.
સુરતઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ટપુનું પાત્ર ભજવી જાણીતા બનેલા ભવ્ય ગાંધીએ પોતે તારક નહેતા સીરિયલ કેમ છોડી તે અંગે એવો ખુલાસો કર્યો છે કે, મારે ફિલ્મોમાં આગળ વધવું છે તેથી આ સીરિયલ છોડી દીધી. સુરતની મુલાકાતે આવેલા ભવ્યે એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ભારે મજાકમસ્તી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -