બારડોલીઃ યુવતીની વીડિયો ક્લિપ હોવાનું કહી પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના પતિને કર્યો બ્લેકમેલ, પછી શું થયું?
આ યુવકની પરેશાનીથી કંટાળેલા પતિ-પત્નીએ સાથે મળીને યુવકને ફસાવ્યો હતો અને વાતચીત માટે ઘરે બોલાવ્યો હતો. યુવક પરિણીતાને મળવા આવતાં જ તેને સ્થાનિકોએ ઝડપી લીધો હતો અને બરોબરનો ફટકાર્યો હતો અને આ પછી તેને બારડોલી પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે દંપતીનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબારડોલીઃ મૂળ સુરતની અને અત્યારે બારડોલીમાં લગ્ન કરનારી એક યુવતીના પતિને પૂર્વ પ્રેમીને બ્લેકમેલ કરવાનું ભારે પડી ગયું છે. પોતાની પાસે પ્રેમિકાનો વીડિયો અને ફોટા હોવાનું કહીને બ્લેકમેલ કરવા જતાં યુવતીના પતિએ આ પ્રેમીને શબક શિખવાડ્યો હતો. પતિએ આ પૂર્વ પ્રેમીને વાતચીત માટે બોલાવ્યો હતો અને પછી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.
આ અંગે વિગતો એવી છે કે, લગ્ન બાદ બારડોલીમાં રહેતી આ યુવતીના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન પહેલા તે સુરતમાં રહેતી હતી અને મદરેસામાં નોકરી કરતી હતી. દરમિયાન તેને રાંદેરના શેખ મહમદ હુસેન મહમદ યાસી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, તેણે લગ્ન પહેલા પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા.
દરમિયાન આ પૂર્વ પ્રેમીએ યુવતીના પતિનો નંબર મેળવી લીધો હતો અને આ પછી તેણે તેના પતિને ફોન કરીને લગ્ન જીવનમાં ભંગાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે યુવતીના પતિને તેની પત્નીની વીડિયો ક્લિપ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટો હોવાની કહી ધમકી આપતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -