સુરતના ટોચના હીરા વેપારીએ બેંકોને ના ચૂકવ્યા 468 કરોડ, ડીફોલ્ટર જાહેર થતાં ખળભળાટ
અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પરસોત્તમભાઇ સુતરિયાના જણાવ્યા પ્રમાણે સંઘવી એક્સપોર્ટર્સ ડિફોલ્ટર જાહેર થતાં અમદાવાદમાં હીરાબજાર પર ખાસ કોઇ બહુ મોટી અસર જોવા નહીં મળે, પરંતુ મુંબઇ, સુરતમાં ચોક્કસ તેની અસર નોંધાઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘવી એક્સપોર્ટ્સના ચેરમેન અને ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિજિયોનલ ચેરમેન ચંદ્રકાંત સંઘવી સામે કાર્યવાહી હાથ ધરાતાં હીરા ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી ૧૦ બેન્ક દ્વારા શરૂ કરવામાં આવી છે.
બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેન્ક, આંધ્ર બેન્ક, દેના બેન્ક, આઇડીબીઆઇ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી સંઘવી એક્સપોર્ટ્સ ઇન્ટરનેશનલે કુલ મળી ૪૬૮ કરોડની લોન લીધી હતી. બેન્ક સત્તાવાળાઓએ સંઘવી એક્સપોર્ટ્સને નોટિસ આપ્યા બાદ કાર્યવાહી હાથ ધરી આ કંપનીની ડીસા ખાતેની બે મિલકતનો કબજો લઇ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતી સંઘવી એક્સપોર્ટ્સ નામની કંપનીએ જુદી જુુુદી બેન્કમાંથી રૂ.૪૬૮ કરોડની લોન લીધી હતી. કંપની દ્વારા લોનની રકમની ભરપાઇ કરવામાં ઠાગાઠૈયા થતાં બેન્ક સત્તાવાળાઓએ કંપનીને અવારનવાર ટકોર કરી હતી. આમ છતાં રકમ ભરપાઇ ન થતાં બે મહિના અગાઉ રિ-પેમેન્ટની આખરી નોટિસ અપાઇ હતી.
અમદાવાદ: જુદી જુદી બેન્કમાંથી કરોડો રૂપિયાની લોન લઇ ભરપાઇ ન કરનાર મુંબઈ-સુરતની જાણીતી સંઘવી એક્સપોર્ટ્સ ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ ડિફોલ્ટર જાહેર થતાં હીરા ઉદ્યોગજગતમાં ખળભળાટ મચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -