ચાર કરોડ રૂપિયામાં વેચાયેલા મોદીના સૂટને ગિનિસ બુકમાં મળ્યું સ્થાન
ઉલ્લેખનીય છે કે આ સૂટને લઇને વડાપ્રધાન મોદીની ખૂબ ટીકા કરવામાં આવી હતી. મોદીએ જ્યારે આ સૂટ પહેર્યો ત્યારબાદ વિપક્ષે મોદી સરકારને ‘સૂટ-બૂટની સરકાર’ ગણાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન મોદીના આ સૂટને ખરીદવા માટે 47 લોકોએ બોલી લગાવી હતી. સૂટની બેઝ પ્રાઇઝ 11 લાખ રૂપિયા હતી. વિદેશમાં રહેનારા બિઝનેસમેન રમેશ વિરાણીએ જણાવ્યુ હતું કે તેણે પોતાના દીકરાના લગ્ન માટે આ સૂટ મોદીને ગિફ્ટ કર્યો હતો.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુચર્ચિત સૂટને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. આ સૂટને હરાજીમાં અત્યંત ઊંચી બોલી બોલાય હોવાની કેટેગરીમાં સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે નરેન્દ્ર દામોદરદાસ મોદી લખાણવાળા આ સૂટની સુરતમાં યોજાયેલી હરાજીમાં 4.31 કરોડની કિંમત ઉપજી હતી. જેને ડાયમંડના વેપારી લાલજીભાઈ પટેલે ખરીદ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -