સુરતઃ પોલીસે ચાર વાર આચાર્યના વીર્યના નમૂના લેવા પ્રયાસ કર્યો પણ શું થયું ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ દિગમ્બર જૈન સમાજના આચાર્ય શાંતિસાગર (ઉં. 49) સામે 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ પછી તેમની શનિવારે રાત્રે ધરપકડ કરી મોડીરાત્રે મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ત્યા શાંતિસાગરે દાવો કર્યો કે તેમની સામે ખોટો આક્ષેપ કરાયો છે.
આચાર્યે મૂકેલો પથ્થર પાણીમાં ડૂબવાને બદલે તરવા લાગ્યો હતો. એટલું જ નહીં એક સળગતા હવનકુંડમાં સાડી પણ નાખી હતી, જે સળગી નહોતી. આચાર્યના ચમત્કારથી ભક્તો આકર્ષાયા હતા. જો કે તેમની સામે બળાત્કારની ફરિયાદ નોંધાતાં તેમના ચમત્કારથી અંજાયેલા લોકો તેમની સામે આક્રોશ દર્શાવી રહ્યા છે.
આરોપી આચાર્ય શાંતિસાગરે દુષ્કર્મના બે દિવસ પહેલા જ 29 સપ્ટેમ્બરે પરવટ પાટિયામાં મોડલ ટાઉનશિપ નજીક એક કાર્યક્રમ કર્યો તેમાં 7.77 કરોડથી વધુ નવકાર મંત્રોના જાપ કરાવ્યા હતા અને ચમત્કાર બતાવ્યો હતો. આ કાર્યક્રમમાં આચાર્યે ભક્તોની સામે પથ્થર પર નાડાછડી બાંધી પાણીમાં મૂક્યો હતો.
નવી સિવિલમાં આચાર્ય શાંતિસાગરના વીર્ય (સીમેન)ના નમૂના લેવાનો પ્રયત્ન કરાયો હતો. ચાર વખત પ્રયત્ન છતાં સફળતા ન મળતાં તબીબે પોલીસને આવતા અઠવાડિયે આચાર્યને લાવવા સલાહ આપી હતી. આ ઘટનામાં વિદ્યાર્થિનીએ 14 દિવસ સુધી યાતના સહન કરી આખરે ફરિયાદ નોંધાવી હતી.
શનિવારે રાત્રે 10 વાગ્યે અઠવા પોલીસ મથકમાંથી આરોપી શાંતિસાગરને જીપમાં લઈ જતા હતા ત્યારે પોલીસ સ્ટેશન બહાર દિગંબર જૈન સમાજે શાંતિસાગર મહારાજ કી જયના નારા લગાવ્યા હતા.જો કે પોલીસ કમિશ્નર સતીષ શર્માએ જણાવ્યું કે, વિદ્યાર્થિનીની મેડિકલ તપાસ પછી શાંતિસાગર સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે.
ભોગ બનનારી યુવતી આચાર્યને પહેલી જ વખત મળી અને એક જ મુલાકાતમાં તેમણે યુવતીને પોતાની હવસવો શિકાર બનાવી એ તેમની માનસિકતા રજૂ કરે છે તેવું કેટલાક અનુભવી પોલીસ અધિકારીઓનું કહેવું. તેમનું માનવું છે કે આ મહારાજે અન્ય મહિલાઓ સાથે પણ આ રીતે વ્યવહાર કર્યાની શક્યતા નકારી શકાતી નથી.
બીજી તરફ દિગમ્બર જૈન સમાજે પોતાના આચાર્ય શાંતિસાગર મહારાજ વિરુદ્ધ ખોટો ગુનો નોંધાયો હોવાની રજૂઆત કરી છે. સકલ દિગમ્બર જૈન સમાજના આગેવાનોએ પોલીસ કમિશનર કચેરીમાં આવેદનપત્રના રૂપમાં રજૂઆત કરીને તટસ્થ અને ન્યાયપૂર્ણ રીતે તપાસ કર્યા બાદ જ પગલાં ભરવા અનુરોધ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -