નવસારીઃ હિતેશ રબારી આત્મહત્યા કેસમાં પ્રેમિકા જ્યોતિના કેટલા દિવસના રિમાન્ડ થયા મંજૂર? જાણો
નોંધનીય છે કે, આ કેસમાં જ્યોતિ સોલંકીને ગુજરાત હાઈકોર્ટે પોલીસને સહકાર આપવાની શરતે જામીન આપ્યા હતા. આ પછી જ્યોતિએ બે દિવસ પહેલાં તેણે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. આ પછી પોલીસે જ્યોતિ સોલંકી તપાસમાં સહકાર ન આપતી હોવાથી રિમાન્ડની માગ કરી હતી. જેમાં આજે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીઃ બહુચર્ચિત હિતેશ રબારી આત્મહત્યા પ્રકરણમાં કથિત પ્રેમિકા જ્યોતિ સોલંકીને ગણદેવી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ગણદેવી પોલીસે કોર્ટ પાસે નવ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જ્યોતિ સોલંકીને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા હતા. જોકે, જ્યોતિ પોલીસ તપાસમાં સહકાર ન આપતી હોવાથી પોલીસે રિમાન્ડ માંગ્યા હતા. હવે બે દિવસના રિમાન્ડ મળતાં પોલીસ આત્મહત્યા પ્રકરણમાં આગળ તપાસ કરશે.
નોંધનીય છે કે, ઘોડાના વેપારી અને સુરતના જાણીતા બિલ્ડર હિતેશ રબારીએ નવસારીના મટવાડ ખાતેના ફાર્મ હાઉસમાં પોતની બંદૂકથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી . પોલીસે હિતેશ રબારીની કથિત પ્રેમિકા જ્યોતિ સોલંકી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -