નવરાત્રી વેકેશન નહીં આપવા માગતી સ્કૂલોએ સરકારને શું આપી ધમકી......
સોમવારના રોજ સુરત ડાયમંડ એસોસિએશન મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને નવરાત્રિ વેકેશન મરજીયાત કરી દેવા અથવા શાળાઓ એક થી બે કલાક મોડી કરી દેવાની રજુઆત કરાશે. સોમવારે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં મુખ્યમંત્રી રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને વેકેશનનો નિર્ણય પાછો ખેંચી લઇ વેકેશન મરજીયાત અથવા તો શાળાઓ 1 થી 2 કલાક મોડી શરૂ કરવાની માંગણી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત બોર્ડની સ્કૂલો માટ વેકેશન ફરજિયાત હોઈ શાળા સંચાલકોમાં વિરોધના સૂર વ્યક્ત થઈ રહ્યા છે. સુરતની 400થી વધુ ખાનગી શાળાઓએ નવરાત્રી વેકેશનનો વિરોધ કર્યો છે. આ મામલે સ્વનિર્ભર સ્વનિર્ભર સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજગુરુ મીડિયાને જણાવ્યું કે, સરકાર બે દિવસમાં નવરાત્રી વેકેશન પાછું નહીં ખેંચે તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી છે.
તેમણે આગળ જણાવ્યું કે, સીબીએસઈ તથા અધરબોર્ડની સ્કૂલોમાં શિક્ષણકાર્ય ન બગડે તે માટે નવરાત્રી વેકેશન મરજિયાત કર્યું પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલોનું શિક્ષણકાર્ય બગડે તે માટે નવરાત્રી વેકેશન ફરજિયાત કર્યું છે. વેકેશનને લઇ સંચાલકો, વાલીઓ, શિક્ષકો તમામનો વિરોધ છતાં કયા આધાર પર નિર્ણય લેવાયો તે ખબર નથી.
સુરતઃ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી વેકેશન જાહેર કરવાને લઈને ખાનગી શાળા સંચાલકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને બે દિવસમાં સરકાર વેકેશન પરત નહીં ખેંચે તો સંચાલકો હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે નવરાત્રી વેકેશનની જાહેરાત થયા બાદથી જ રોજ કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યો છે. જોકે સરકારે ગુજરાત સિવાનાય સીબીએસી અને અન્ય બોર્ડ માટે વેકેશન મરજિયાત જાહેર કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -