સુરતમાં મેઘરાજાનું આગમન, લોકોને બફારામાંથી મળી રાહત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jun 2018 10:51 AM (IST)
1
2
સતત ઉકળાટથી કંટાળેલા લોકોએ સવારથી ધીમીધારે પડેલા વરસાદથી રાહત મળી છે, યુવાઓ અને બાળકોએ ઘરની બહાર આવીને વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો. વરસાદથી આખા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
3
4
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વખતે ચોમાસુ વહેલુ આવવાની આગાહી થઇ હતી, જે અનુસાર, છેલ્લા પાંચ દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઇ રહી છે. અરવલ્લી, સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં પડેલા વરસાદથી ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે.
5
સુરતઃ રાજ્યમાં જૂન મહિનાના વર્તારા મૂજબ વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. છેલ્લા કેટલાય દિવસોથી ઉકળાટ અને બફારાની પરિસ્થિતિમાંથી રાહત આપતો ધીમી ધારનો અનેક સ્થળઓ વરસવાનો શરૂ થઇ ગયો છે. આજે બુધવારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત અન્ય સ્થળે પડવાનુ શરૂ થઇ ગયો છે.