સેલવાસમાં જાહેર રોડ પર છોકરા-છોકરીને કિસ કરતાં પોલીસે ઝડપ્યા, જાણો વિગતે
માહિતી પ્રમાણે, સેલવાસમાં જાહેરમાં અર્ધનગ્ન હાલતમાં ચુંબન કરતા યુગલ વિરુધ પોલીસએ ગુન્હો નોંધી અટકાયત કરી છે. મંગળવારે સવારે સેલવાસ કોર્ટ બિલ્ડિંગની પાછળના રોડ પર એક યુવક અને એક યુવતી જાહેરમાં ચુંબન કરતા પોલીસના હાથે ચડયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સંદર્ભે મંગળવારે સવારે પોલીસે વોચ રાખી સામરવરણીની 25 વર્ષની યુવતી અને મસાટના 25 વર્ષના યુવકને રંગે હાથ પકડી પાડયા હતા. જોકે આવા બનાવો દાનહના બાગ બગીચાઓમાં ખુલ્લેઆમ આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે.
સેલવાસઃ આજના આધુનિકા અને ફાસ્ટ જમાનામાં લોકો પોતાની હદો વટાવી રહ્યાં છે, પશ્ચિમી સંસ્કૃતિ હવે ગામડા સુધી પ્રસરી છે. સેલવાસમાં રોડ પર જ જાહેરમાં એક પ્રેમીયુગલ આંલિગન કરતા હોવાની ઘટના સામે આવી છે, પોલીસે આ બન્નેને રંગે હાથે ઝડપી પાડતા અટકાયત કરી દીધી હતી.
જેઓની અટકાયત કરી સેલવાસ પોલીસ સ્ટેશને લવાયા હતા જેમની વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -