સુરતઃ વડાપ્રધાન મોદીએ રન ફોર ન્યુ ઇન્ડિયા મેરેથોનને ફ્લેગ ઓફ કરાવી, કહ્યું- સુરતે દેશને નવા ભારત માટેનો માર્ગ બતાવ્યો
નાઈટ મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારી હોવાથી શહેરમાં રોશનીથી સજાવટ કરવામાં આવી હતી. કારગિલ સર્કલને લાઇટિંગથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. સાથે જ મોટી મોટી એલસીડી મુકવામાં આવી છે. સર્કલ પર પણ રન ફોર ઈન્ડિયાના બેનર લગાવી દેવામાં આવ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, નાઇટ મેરેથોનની પહેલ સુરતે કરી છે. નવા ભારતના નિર્માણ માટે આ દોડ છે. આ દોડમાં સુરતના વડીલો, યુવાનો, બૈરાઓ, દિવ્યાંગો અને બધા લોકો એક સાથે દોડીને સતતને ધબકતું રાખે છે. સુરતના વિકાસ માટેની આ દોડ છે.
સ્ટેડિયમમાં સંબોધન કરતાં મોદી
મેરેથોનમાં હાજર રહેલા દોડવીરો
નાઈટ મેરેથોનના રૂટ પર અજાણ્યા લોકોએ પીએમ મોદીના પોસ્ટર લગાવી દીધા હતા. જે ચર્ચાનો વિષય બન્યા હતા. પોસ્ટરમાં પીએમ મોદીના એક હાથમાં રૂપિયા અને બીજા હાથમાં પકોડા દર્શાવવામાં આવ્યા છે. એક તરફ નીરવ મોદી, લલિત મોદી, વિજય માલ્યા સહિતના પર રૂપિયાનો વરસાદ થતો હોય તેવી તસવીરો છે. જ્યારે બીજા હાથમાં એન્જિનિયર, ડોક્ટર, વકીલ, ખેડૂત સહિતના પર પકોડાની તસવીરો છે.
દોડમાં ભાગ લેવા 50 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે, સમગ્ર રીતે અંદાજીત એક લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. મેરેથોનના તમામ રૂટ તથા આઇલેન્ડો આકર્ષક રોશની,પેઇન્ટિંગથી શણગારવામાં આવ્યા હતા. દિલ્હીનું પ્રખ્યાત મૂંગફલી બેન્ડ લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરેથોનને ફ્લેગ ઓફ કરાવતાં પહેલા પ્રાસંગિક પ્રવચનની શરૂઆત કેમ છો કહીને કરી હતી. તેમણે હાજર દોડવીરો અને લોકોને સંબોધતા કહ્યું કે સુરતે આજે દેશને નવા ભારત માટેનો માર્ગ બતાવ્યો. દેશ નેતાથી નહીં પરંતુ જનતા જનાર્દનની શક્તિથી બને છે. વિશ્વમાં ભારતના મહત્વને સમજવામાં આવી રહ્યું છે. રન ફોર યુનિટીની આખા દેશમાં આદત પાડવાની છે.
મોદીની એક ઝલક નીહાળવા મોટી સંખ્યામાં સુરતીઓ એરપોર્ટથી લઈ સ્ટેડિયમ સુધીના રૂટ પર ઉમટી પડ્યા હતા. મોદી જ્યારે સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.
સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાને ત્યાંથી 8.5 કિ.મીના રૂટ પર હાજર લોકોનું અભિવાદન ઝીલીને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર પહોંચી મેરેથોનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ભારતમાં પહેલીવાર સુરતમાં રાત્રે રન ફોર ન્યુ ઇન્ડિયા નાઇટ મેરેથોન યોજાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -