સુરત પરિણીતા આત્મહત્યા કેસ: શિલ્પીના પર્સમાંથી મળી બે સુસાઈડ નોટ, જાણો શું લખ્યું છે
બીજી ભાઈઓ માટેની નોટમાં લખ્યું છે કે, તેના ભાઈઓ બહુ સરસ છે. તેઓ બહુ પ્રેમ કરે છે. તેઓએ ક્યારેય તેને કોઈ વસ્તુની કમી પડવા દીધી નહીં. તેના માટે ભાઈઓએ બહુ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિમ્પીએ બે સુસાઈડ નોટ લખી છે. પહેલામાં લખ્યું છે પતિ વિજય, સાસુ માલતી, સસરા મુરલીધરસિંહ, જેઠ અજય, જેઠાની બબીતા નનંદ નીલમસિંગનાઓ સામે કેસ બાબતે ન્યાય નહીં મળે એમ માની લઈ આપઘાત કરું છું. મેરે મરને કી વજહ સિર્ફ ઓર સિર્ફ સસુરાલવાલે હૈ.
જ્યારે નનંદ નીલમસિંગ, કાકા સસરા મુન્નાસિંગ, પિતરાઇ દિયર કરમવીર સિંગ, મામી સાસુ ઇદ્રાવતી દેવી, અખંડ બહાદુરસિંગ અને અખંડની પત્નીની ધરપકડ બાકી છે. ધરપકડ કરાયેલ આરોપીની પોલીસ પૂછપરછ કરી રહી છે.
પોલીસે શરૂઆતમાં એડી દાખલ કરીને તપાસ કરી હતી. પોલીસે સિમ્પીના ભાઈ બીપીનસિંગની ફરિયાદ લઈને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી પતિ વિજય, સસરો મુરલીધરસિંગ, સાસુ માલતી, જેઠ અજય, જેઠાણી બબીતાની ધરપકડ કરી છે.
પરિણીતાએ આત્મહત્યા પહેલા બે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં મોત પાછળનું કારણ માત્ર સાસરિયાવાળા છે. સત્યનારાયણમાં રહેતી સિમ્પીની ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટના કેસમાં શનિવારે તારીખ હતી. ત્યારે સિમ્પી કોર્ટમાં પહોંચી હતી. ત્યાં નવમાં માળેથી પડીને સિમ્પીએ આત્મહત્યા કરી લીધી હતી.
સુરત: પાંડેસરાની પરિણીતાએ નવી કોર્ટ બિલ્ડિંગના 9 માળેથી પડીને આત્મહત્યા કરવાના કેસમાં પરિજનોએ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નહીં નોંધાય ત્યાર સુધી મૃતદેહ લેવાનો ઈન્કાર કરતાં પોલીસે તેના પતિ-સાસુ-સસરા સહિત 11 સામે ગુનો દાખલ કરીને પાંચની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -