ટીમ ‘સોચ’ દ્વારા સુરતમાં ‘મનનો ફિલ્મોગ્રાફ’ કાર્યક્રમ, ફિલ્મોના માધ્યમથી માનસિક સ્વાસ્થ્યનો અભિગમ
નોંધનીય છે કે ડો. આરતી મહેતા (મનોચિકિત્સક) આ કાર્યક્રમ સંકલન કરશે. જ્યારે આવનાર વર્ષોમાં ટીમ સોચ દ્વારા અપાતી સુવિધાઓને વિસ્તૃત કરી અને દર્દીને વધુમાં વધુ સારા પરિણામો આપવા માટે ટીમ સોચ કટિબદ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App31 ડિસેમ્બર 2017ના રોજ બપોરે 3:30 વાગે સુરતમાં ‘ટીમ સોચ’ દ્વારા એક અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિષય એવો હશે કે, દરેક લોકો જાણે છે કે તેમ મન ઘણું ચંચળ હોય છે, તેથી જ મનનો ભેદ જાણવા અને મનની ગૂંચ ઉકેલવા માટે ટીમ સોચ દ્વારા માનસિક સ્વાસ્થ્યના જન જાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ રાખ્યો છે.
ડો. દિલીપ હજારીવાલા, ડો. મુકુલ ચોક્સી, ડો.નિરવ મહેતા, ડો. પરિમલ દેસાઈ, ડો. નમિતા ગાંજાવાલા, ડો. રવિ શાહ, ડો. મહેશ દેસાઈ, ડો. આરતી મહેતા, ડો. અંકુર પટેલ, ડો. દિલીપ પાંડવ, ડો. મેહુલ લુહાર, ડો. નેહલ શાહ અને ટીમ ‘સોચ’નો સ્ટાફ હાજરી આપશે.
સુરત: સુરતમાં ટીમ ‘સોચ’ દ્વારા ‘મનનો ફિલ્મોગ્રાફ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદભુત કાર્યક્રમમાં મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડો. મુકુલ ચોક્સી (મનોચિકિત્સક, સુરત), ડો. વિજય નાગેચા (મનોચિકિત્સક) અને ડો.મહેશ દેસાઈ (મનોચિકિત્સક) સહિતના મહાનુભાવો હાજરી આપશે અને પ્રવચન આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -