સુરતઃ પતિ ઘરે આવ્યો ત્યારે પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની, જાણો શું આવ્યો અંજામ?
પતિએ ડોક્ટરને જણાવ્યું હતું કે, પત્નીએ હરડાઈ પીને આપઘાત કર્યો છે. આ પછી પોલીસ આવતાં મૃતક મહિલાના શરીર પરથી મારના નિશાન મળી આવતાં તેમણે આ અંગે રામભવનની પૂછપરછ કરી હતી, ત્યારે મરનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, પ્રેમી સાથે ઝડપાઇ ગયા બાદ પત્નીને મારી હતી. પરંતુ પછી પત્નીએ હેરડાઈ પી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના જણાવ્યા અનુસાર, મૃતક રાજકુમારીના શરીર પરથી અસંખ્ય મારના નિશાન મળ્યા છે. મરનાર મહિલાના ગળા પર પણ નિશાન દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, પોલીસ માને છે કે, હેરડાઈ પીવાથી મોત થાય એ વાત ગળે ઉતરતી નથી. હાલ આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. મૃતક મહિલાના પોસ્ટ મોર્ટમ બાદ તેના મોતનું કારણ બહાર આવી જશે.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ યુપીના રહેવાસી અને ઇંડાની લારી કાઢીને ઘર ચલાવતા રામભવન પત્ની રાજકુમારી અને પાંચ સંતાનો સાથે ગણેશનગરમાં રહે છે. ગત મંગળવારે રાતે તેઓ લારી બંધ કરી ઘરે આવતા એક અજાણ્યો ઈસમ તેમના ઘરમાંથી નજર ચૂકવી બહાર ભાગતા દેખાયો હતો. જેને લઇ પત્ની હેબતાઈ ગઈ હતી. ત્યારબાદ પત્નીને આ બાબતે પુછાતા તેણે ડરના મારે તમામ હકીકત વ્યકત કરી હતી.
પત્ની પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઇ જતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને રાજકુમારીને માર માર્યો હતો. આ પછી તેઓ સુઇ ગયા હતા. બુધવારની સવારે તેઓ કામ અર્થે ઘર બહાર ચાલી ગયા હતા અને બપોરના ભોજન પછી તેઓ સુઈ ગયા હતા. સાંજે તેઓ ઉઠ્યા ત્યારે મોટી દીકરીએ જમીન પર પડી ગયેલી માતાની જાણ કરતા તેઓ પત્નીને લઇ સુરત સિવિલ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પત્નીને મૃત જાહેર કરી હતી.
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં એક મહિલાએ હેરડાઇ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગણેશનગરમાં રહેતી રાજકુમારી પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી, ત્યારે જ તેનો પતિ આવી જતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ પછી પતિ રામભવને રાજકુમારીને ઢોર માર માર્યો હતો. આ પછી મહિલાએ હેરડાઇ પીને આપઘાત કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -