સુરતના પટેલ દંપતીનો મહેસાણામાં આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો? જાણો
વેપારીએ જમીન સંબંધે થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિગ, વીડિયો રેકોર્ડિંગ પેન ડ્રાઇવમાં લઇ પુરાવારૂપે ચિઠ્ઠી સાથે કવરમાં મૂક્યા છે. સૂસાઇડ નોટમાં જયરામ દેસાઇ (જમીન દલાલ), ધીરૂભાઇ મેર (જમીન દલાલ), લાલાભાઇ, જીતુભાઇ, મુકેશભાઇ અને અંકિતના નામનો નોટમાં ઉલ્લેખ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના અંગે પોલીસને જાણ કરાઇ હતી. મૃતકના સ્વહસ્તે લખાયેલી સુસાસાઇડ નોટ જોતાં તેમની અંકલેશ્વરમાં આવેલી 11 વીઘા જમીનમાં થયેલી છેતરપીંડી બાદ બે મહિનાથી ન્યાય માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઇ કંટાળી જઇ આપઘાત કર્યાનું મનાય છે.
પોતે એકલા આપઘાત કરે તો છેતરપિંડી કરનારાઓ અમે તો સુરશભાઇ પાસેથી જમીન લીધી નથી તેમ કહીને બચી જાય માટે જમીન માલિક પત્ની મંજુલાબેન સાથે આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસ સ્ટેશનોમાં ઓળખાણ હોઇ કંઇ તોડી શકશો નહીં તેવી ધમકીઓ આપનારા તત્વોની ધાક જોતાં ન્યાય મળવો અશક્ય જણાતાં પોતાનો કેસ મહેસાણામાં ચાલે તે માટે ભાઇના ઘરે આપઘાત કર્યો હતો.
તાજેતરમાં ધંધાના કારણે જમીન વેચવાનો નિર્ણય લેનાર વેપારી જમીન દલાલ નટુભાઇ પટેલ મારફતે ધીરૂ મેર સહિતના સંપર્કમાં આવી 11 વીઘા જમીનનો રૂ.1.16 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. નોટબંધીના મુદ્દે એડવાન્સમાં માત્ર રૂ. 20 લાખ આપી કોરા કાગળમાં સોદા ચિઠ્ઠી લખી ગત 20 ડિસેમ્બર, 2016માં દસ્તાવેજ કરી લેનારા જમીન દલાલો અને જમીન રાખનાર બાકીના રૂ.96 લાખ આપવા વાયદા કરતા હોઇ છેતરાયાનો અહેસાસ થયો હતો.
દંપતીની લાશ પાસેથી પોલીસને છ પાનાની સૂસાઇડ નોટ મળી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, સુરતના આ વેપારીએ ધંધામાં થયેલી કેટલીક બચતમાંથી અંકલેશ્વરના સિસોદરા ખાતે વર્ષ 2015માં 11 વીઘા જમીન પોતે ખેડૂત ખાતેદાર ન હોઇ પત્નીના નામે ખરીદી હતી.
સુરતમાં કામરેજ રોડ પર આવેલા દાદા ભગવાન કોમ્પલેક્ષમાં રહેતા અને લોખંડનો વેપાર કરતા મૂળ મહેસાણાના સુરેશભાઇ ભવાનભાઇ પટેલ સોમવારે પત્ની અને પુત્ર ચિંતન સાથે મહેસાણામાં સાગર સોસાયટીમાં રહેતા નાનાભાઇ ભરતભાઇના ઘરે આવ્યા હતા. જ્યાં મંગળવારે બપોરે 3 વાગે મકાનના ઉપરના માળે લોખંડની એંગલમાં દોરડું ભરાવી દંપતીએ આપઘાત કરી લીધો હતો.
મહેસાણા: સુરતના લોખંડના વેપારીએ મંગળવારે મહેસાણાની સાગર સોસાયટીમાં રહેતા ભાઇના બંગલામાં પત્ની સાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. દંપતીએ આપઘાત પહેલાં 6 પાનાની સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેમણે અંકલેશ્વરમાં આવેલી 11 વીઘા જમીન બાબતે થયેલી છેતરપીંડીથી હતાશ થઈ આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -