સુરતઃ મહિલા PSI, કોન્સ્ટેબલે કર્યો એવો ખેલ કે બંનેને નોકરીમાંથી કાયમ માટે તગેડી મૂકાયાં, જાણો વિગત
વેડ રોડ પ્રા. શાળાની સામે વિશ્રામનગર સોસાયટીમાં રહેતો અમર ઉર્ફે ચિન્ટુ રજનીકાંત મોદીના ઘરે સ્ટેટ વિજિલન્સે ગત 13મી જાન્યુઆરીએ બપોરે વોચ રાખી હતી. દરમિયાન લાલગેટની હોસંગજી હોરમસજી એન્ડ સન્સ વાઇન શોપમાંથી રૂ. 50 હજારનો બીયર લઈને આવતા બુટલેગરને વિજિલન્સે પકડી પાડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનશાબંધી ખાતાએ લાલગેટના બુટલેગરની પાસેથી પકડાયેલી બીયરની બોટલોના આધારે બારકોડ નંબરથી સ્કેન કરીને તપાસ કરી હતી. જેમાં 18 પરમીટધારકો બુટલેગર ચિન્ટુ મોદીને બીયર વેચી દેતાં હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે નશાબંધી ખાતાએ 18 જણાની પરમિટ રદ કરી દીધી હતી. આ મુદ્દે ચોકબજાર પોલીસમાં ગુનો પણ દાખલ થયો હતો. (તસવીરો પ્રતીકાત્મક છે)
બુટલેગર ચિન્ટુ મોદી કેટલાક પરમિટધારકોને કમિશન આપીને પરમિટ કાર્ડ મેળવી વાઇન શોપના માલિક યઝદી ચીનીવાલા અને મહિલા પીએસઆઈ અલકા હીરપરા તથા કોન્સ્ટેબલ જલુબેન રબારીની સાથે સાઠગાંઠ રાખીને બીયરની બોટલો અને દારૂ લાવતો હતો. સીસીટીવી કેમેરા સહિતના પુરાવા હોવા છતાં મહિલા પીએસઆઈ અલકા હીરપરા તથા કોન્સ્ટેબલ જલુબેન રબારીની સામે નશાબંધીએ તે સમયે માત્ર બદલી કરી જાણે સંતોષ માની લઈને ત્યારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી નહોતી.
સુરતઃ પરમીટનો દારૂ બારોબાર વેચી મારવાનો મામલે નશાબંધી ખાતા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નશાબંધી ખાતા દ્વારા મહિલા પીએસઆઈ અલકા હિરપરા અને કોન્સ્ટેબલ જલુ રબારીને નોકરી મુક્ત કર્યા હતા. શહેરના લાલ ગેટની હોસંગજી હોરમસજી એન્ડ સન્સ વાઇન શોપને નશાબંધી વિભાગે થોડા દિવસો અગાઉ સીલ મારી બુટલેગર ચિન્ટુ મોદીના ઘરેથી જપ્ત કરેલો પરમિટના બીયરના બારકોડ નંબરના આધારે નશાબંધી ખાતાએ 18 પરમિટધારકોની પરમિટ રદ કરી નાખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -