સુરતઃ સગા બાપે મારી નાંખેલા અઢી વર્ષના દીકરાની લાશ કેવી હાલતમાં મળી ? જાણીને કંપારી આવી જશે
જે દિવસે નિવને નદીમાં ફેંકવામાં આવ્યો તે દિવસે હાલ કરતાં નદીની સપાટી 10થી 12 ફૂટ ઊંચી હતી. અને આ દરમ્યાન નદીના પાણી કિનારે આવેલા શેરડી અને અન્ય પાકોના ખેતરોમાં પણ ઘૂસી ગયા હતા. આથી નિવ ચોક્કસ કઈ દિશામાં ગયો હોય તે જાણી શકાયું નહોતું. આથી ટીમે આજુબાજુના ખેતરોમાં જઈને પણ તપાસ આદરી હતી. જો કે નિવની ભાળ મળતા ફાયરબ્રિગેડની કામગીરી પ્રશંસનિય રહી હોવાનું સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિવ પ્રકરણમાં બાપ નિશિત પોલીસને વારંવાર નિવેદનો બદલતો હોવાથી એક એવી પણ આશંકા ચાલતી કે તેણે બાળકને નદીમાં ફેંક્યો જ નહી હોય જો કે, મૃતદેહ મળતા તમામ આશંકાઓનો અંત આવી ગયો છે. નિશિત પાસે ત્રણ વાર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું. અને ફાયરબ્રિગેડ દ્વારા મીંઢોળા નદી આસપાસના ખેતરથી લઈને દરિયા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંતે મરોલી નજીક મીંઢોળા નદી કિનારે રેલવે બ્રીજ નજીકથી માસૂમ નિવનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સુરતઃ બારડોલીના વણેસા ગામના નિશિતે સગા દીકરાને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં 10 દિવસ સુધી પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 10માં દિવસે મરોલી નજીક મીંઢાળા નદીમાં પાણીનું સ્તર ઓછું થતાં નિવનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને પોલીસે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લા દસેક દિવસથી બારડોલીમાં નિવની જ ચર્ચા ચાલી રહી છે. આરોપી નિશિત નિવને નદીમાં જ ફેંકી દીધો હોવાની વાત પર અડગ હતો. આથી પોલીસ પણ નિવને શોધવા માટે મીંઢોળા નદીમાં ફાયર બ્રિગેડની ટીમ સાથે શોધ કરી હતી. જેમાં નિવની શોધખોળ કરતી ટીમ દરિયાની નજીક પહોંચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -