સુરતના બિલ્ડરે યુવતી સાથે પહેલીવાર અમદાવાદની હોટલમાં બાંધ્યા હતા શારીરિક સંબંધો, પછી શું કહ્યું, જાણો વિગતે
અલ્પેશ પટેલે જે મોપેડ યુવતીને આપ્યું હતું તે મોપેડ અલ્પેશની પત્નીના નામે હતું. જે યુવતીને આપ્યા બાદ નામ ટ્રાન્સફર કરાવી આપ્યું હતું. આ ઉપરાંત એક હ્યુંડાઈ ક્રેટા કાર પણ યુવતીએ અલ્પેશ પાસેથી પડાવી લીધી હોવાનું બિલ્ડરે ફરિયાદમાં જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિલ્ડર અલ્પેશ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે યુવતીને એક યુવાન સાથે પ્રેમ થયો હતો જેની સાથે તેને લગ્ન કરવાની ઈચ્છા હતી. જોકે પ્રેમીએ લગ્નની ના પાડી દીધી એટલે યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હતી અને ખૂબ જ રડતી હતી. ઈમોશનલ વાત કરી તેણે મદદ માગી હતી. જેના કારણે મેં તેને મોપેડ, કાર, ફર્નિચર અને રોડકા 13 લાખ રૂપિયાની મદદ કરી હતી. જ્યારે બળાત્કારના ખોટા કેસમાં જેલમાં પુરાવી દેવાની ધમકી આપી તે સતત બ્લેક મેઈલ કરતી હતી. જેના કારણે સમગ્ર ઘટના પોલીસ સુધી પહી હતી.
સુરત: 18 વર્ષીય એક અપરિણીત યુવતીને પોતાની જાળમાં ફસાવવા માટે બળાત્કારના આરોપી બિલ્ડર અલ્પેશ પટેલે કેવા-કેવા વાયદા કર્યાં હતા અને કેવું-કેવું જૂઠાણું ચલાવ્યું હતું, આનો ઉલ્લેખ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ અલ્પેશ પરિણીત હોવા છતાં પોતે અપરિણીત હોવાનું કહી, ‘તું મારી પત્ની છો’ એમ કહ્યા કરતો હતો અને પત્ની તરીકેનો વ્યવહાર કરવા લાગ્યો હતો.
અલ્પેશે જણાવ્યું હતું કે હું તને સારી રીતે રાખીશ. કોઈ દિવસ દુખી નહીં થવા દઉં. મારા જેવો માણસ તને ક્યારેય નહીં મળે. હું તને મારી પત્ની માનું છું. આપણે ફિઝિકલ રિલેશનશીપ કરી શકીએ કહીને અલ્પેશે અમદાવાદની હોટલમાં પ્રથમ વખત શારીરિક સુખ માણ્યું હતું. ત્યાર બાદ અમદાવાદની બીજી હોટલમાં મળ્યા હતાં જ્યાં શારીરિક સંબંધો બાંધ્યા હતાં.
અમદાવાદની એક હોટલમાં બિલ્ડર અલ્પેશ પટેલે યુવતી સાથે શારીરિક સંબંધો બાધ્યા હતાં. બાદમાં પત્ની બનાવવાની વાત કરીને અમદાવાદ અને સુરતમાં વારંવાર શારીરિક સંબંધો બાંધ્યાની ફરિયાદ યુવતી કરી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. જોકે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
અમે પહેલી વખત ઈચ્છાપોર ચોકડી પાસે સાંજે મળ્યા હતાં. ત્યાર બાદ યુવતીને બિલ્ડર અલ્પેશ સુરત રહેવા આવવા દબાણ કરતો હતો. યુવતી ઈન્કાર કરતી હતી. જેથી બંન્નેએ અમદાવાદની એક હોટલમાં ભેગા થવાનો નિર્ણય લીધો હતો. અલ્પેશ અને યુવતી અમદાવાદની હયાત હોટલાં 2 દિવસ સુધી રોકાયા હતાં. તે સમયે અલ્પેશે યુવતીને લગ્ન કરવાનું કહ્યું હતું. જોકે યુવતીએ કહ્યું હતું કે તમારી ઉંમર જોતા મારા પરિવારજનો હા નહીં પાડે.
22 વર્ષની આ યુવતી અંદાજે 4 વર્ષ પહેલાં બિલ્ડર અલ્પેશ પટેલના સંપર્કમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. યુવતીએ જણાવ્યું હતું કે મને અલ્પેશ પટેલનો ટેક્સ્ટ મેસેજ આવ્યો જેમાં વોટ્સએપ પર વાત કરવાનું લખ્યું હતું. વોટ્સએપની વાતચીતમાં યુવતીએ કહ્યું હતું કે હું તમને ઓળખતી નથી, તો અલ્પેશે કહ્યું હતું કે હું સુરતમાં બિલ્ડર છું અને ગ્રીન સિટીમાં મારી સાઈટ છે. જ્યારે અલ્પેશે કહ્યું હતું કે તું એકવાર મને મળ એટલે ઓળખી જઈશ અને તને ટ્રસ્ટ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -