ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
જ્યારે પૂર્વ બેઠક પર ઉમેદવાર અરવિંદ રાણા સાથે એકમાત્ર ધારાસભ્ય રણજિત ગિલીટવાલા ગેરહાજર રહ્યા હતાં. જે માટે તબિયત બગડ્યાનું કારણ જાણવા મળ્યું હતું. જોકે, તેઓની નારાજગી જ મુખ્ય કારણ હતું. એવું ઘણાં કાર્યકરો માનતા હતા જે વાત ગિલીટવાલાએ જાતે જ ફેસબુક પોસ્ટ મૂકીને સ્પસ્ટકરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટિકિટ કપાતા રણજિત ગિલીટવાલાએ ઉમેદવાર અરવિંદ રાણા સાથે ફોર્મ ભરવામાં હાજર રહ્યા નહતાં. પોતાની નારાજગી ખુબ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી દીધી હતી. તેઓ ટિકિટ ન મળવાના આઘાતમાંથી બહાર આવ્યા નથી. ફોર્મ ભરાઈ ગયાના બે દિવસ બાદ ગિલીટવાલાએ એક ફેસબુક પોસ્ટ મુકીને ફરી પોતાની નારાજગી સાથે ભાજપનો આંતરિક ડખો પણ જાહેર કરી દીધો છે.
સુરત: સુરતની 12 પૈકી 6 બેઠકો પર ભાજપે સેટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જેમાં સુરત, પૂર્વ તથા ઉધના બેઠક પર અનુક્રમે રણજિત ગિલીટવાલા અને નરોત્તમ પટેલની ટિકિટ વયમર્યાદા અને સ્થાનિક કાર્યકરોના વિરોધને કારણે કાપવામાં આવી છે.
ભાજપમાં રહીને કોર્પોરેટર, સ્થાયી સમિતિ ચેરમેન, મેયર, ધારાસભ્ય ત્યાર બાદ પરિવહન મંત્રી, કુટિર ઉદ્યોગ મંત્રી સહિતના પદો ભોગવી ચૂકેલા ગિલીટવાલાને હજુ પણ પક્ષના નિર્ણય સામે નારાજગી છે અને હજુ પણ તેઓને સંતોષ નથી. એ વાત આ પોસ્ટથી સાબિત થાય છે. જોકે ભાજપનો આંતરિક જૂથવાદ પણ સપાટી પર તો આવ્યો જ છે.
તેઓએ ફેસબુક પોસ્ટ પર પોતાના ફોટા સાથે અંગ્રેજીમાં લોકોને જાહેરમાં પ્રશ્ન સાથે લખાણ મૂક્યું છે. જેમાં લખ્યું નોંધનીય છે કે, ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ નવા ઉમેદવારો સાથે જ ધારાસભ્યોની ટિકિટ કપાઈ હતી, તેઓ પણ હાજર રહ્યા હતાં.
કપાયેલા છ પૈકી પાંચ ધારાસભ્યો નાનુ વાનાણી, નરોત્તમ પટેલ, અજય ચોક્સી, જનક બગદાણા અને પ્રફુલ પાનસેરિયા પોતપોતાના ઉમેદવારો સાથે ફોર્મ ભરતી વખતે, હાજર રહ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -