મુંબઈની યુવતી સુરતમાં ગેંગરેપ: બિલ્ડર રમેશ કાબા સહિત ત્રણની ધરપકડ, બે ફરાર
આ કેસમાં પોલીસ તપાસમાં મોડુ કરતા આરોપીઓને ભાગવામાં સફળતા મળી હતી. અડાજણ પોલીસે તાત્કાલીક ટીમો બનાવવી જરૂરી હતી પરંતુ ન બનાવતા આરોપીઓ ભાગી ગયા હતા. બિલ્ડરનો ડ્રાઈવર તો પોલીસ પકડમાં હતો તો તેને સાથે લઈને તપાસ કરી હોત તો રમેશ કાબાના મિત્રો પકડાય શકે તેમ હતું. અડાજણ પોલીસે પણ આવા ગંભીર કેસમાં ઘણી ભૂલો કરી છે અને જેના કારણે આરોપીને ભાગી જવાનો મોકળો માર્ગ મળી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈની કોલગર્લ પર નામચીન બિલ્ડર રમેશ કાબાએ તેના મિત્રો સાથે સામૂહિક બળાત્કાર તેના ફાર્મહાઉસમાં કર્યો હતો. અડાજણના દલાલ વિજય પરમારે રમેશ કાબા જોડે આ યુવતીનો રૂ.25 હજારમાં સોદો નક્કી કર્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. જ્યારે યુવતીએ જવાની ના પાડી ત્યારે દલાલ વિજયએ તેને પૈસા આપવાની વાત કરતા ભોગ બનનારે હા પાડી અને તે સમયે દલાલ વિજયે રૂ. 15 હજારની રકમ કોલગર્લને આપી હતી.
મુંબઈની યુવતી પર ગેંગરેપ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રમેશ લાખાણી ઉર્ફે રમેશ કાબા, ડ્રાઈવર રિંકુ પટેલ અને મિત્ર અનિલ ઠુંમરની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં થયેલા વિલંબ અંગે જણાવ્યું હતું કે, ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જોકે સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને બચાવી હતી.
સુરત: સુરતમાં મુંબઈની યુવતી પર થયેલા ગેંગરેપ કેસમાં મુખ્ય સૂત્રધાર બિલ્ડર રમેશ કાબા વકીલ સાથે અડાજણ પોલીસ સ્ટેશને ગત મોડી સાંજે હાજર થયો હતો. પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ગેંગરેપમાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. બે ફરાર આરોપીના નામો સામે આવ્યા છે તેની શોધખોળ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -