સુરતના ક્યા દિગ્ગજ નેતાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું, જાણો વિગત
ધીરૂ ગજેરાએ પોતાને સમર્થિત 26થી વધુ કાર્યકરો હોદ્દેદારોના નામ સાથે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અગાઉ ધીરૂ ગજેરાએ કોંગ્રેસ પક્ષમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. જેમાં તેઓ પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારની સાથે પ્રદેશમાં ઉપાધ્યક્ષ સુધીની જવાબદારીઓ સંભાળી ચુક્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધીરૂભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, હું ઘણાં સમયથી રાજીનામું આપવાની તૈયારીમાં હતો અને આખરે નિર્ણય કરીને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાં કોઈ જ સંગઠન જેવું નથી. તેમણે ભાજપમાં જોડાવા અંગે કહ્યું હતું કે, સમય આવશે ત્યારે ભાજપમાં જોડાઈશ હજુ તો રાજીનામું આપ્યું છે.
ધીરૂ ગજેરા ત્રણ વખત ભાજપની ટીકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હવે ફરીથી ભાજપમાં જશે તો ભાજપ વધુ મજબૂત થશે તેવું લોકોમાં ચર્ચા ચાલી રહી છે. કારણ કે વરાછા-પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસે મોટો જનાધાર નથી. ધીરૂભાઈ કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ પાટીદારોનું સમર્થન તેમને મળવા લાગ્યું હતું પરંતુ તેઓ જીતી શકે એટલા મત તેમને મળ્યા ન હતાં. હવે જો ધીરૂભાઈ ભાજપમાં જોડાશે તો પાટીદાર આંદોલનને સમર્થન આપશે નહીં.
સુરતઃ કોંગ્રેસના કદાવર નેતા અને કોંગ્રેસમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી ચુકેલા સુરતના ધીરૂભાઈ ગજેરાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. સુરતમાં ધારાસભ્ય રહી ચુકેલા ધીરૂ ગજેરાએ રાજીનામું આપતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ધીરૂ ગજેરાના રાજીનામાંથી કોંગ્રેસમાં પણ હલચલ મચી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -