સુરતઃ રાતે દારૂ પીને ઘરે આવેલા પતિને પત્નીએ ફટકાર્યો, સવારે જોયું તો.......
સુરતઃ મંગળવારે રાતે દારૂ પીને આવેલા પતિને પત્નીએ માર મારતાં તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. યુવકનું મોત ગળુ દબાવવા અને માથું અથડાવાથી થયું હોવાનું સામે આવ્યું છે. પતિ કોઈ કામ કરતો ન હોવાથી દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતાં હોવાનું પણ સામે આવ્યું છે. તેમને સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પા સવારે ઉઠતાં પતિ અશોક બેભાન હતો જેથી તેને સ્મીમેર હોસ્પિટલ લઇ ગઈ હતી. અહીં તેને મૃત જાહેર કરાયો હતો. પીએમ રિપોર્ટમાં ગળુ દબાવી અને માથું ભટકાડી હત્યા કરી હોવાનું સામે આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, કતારગામમાં સોનલપાર્ક સોસાયટીમાં રહેતા અશોક બાબુભાઈ પાનસુરિયા (ઉ.વ.38) બેરોજગાર હતો અને દારૂની લત ધરાવતો હતો. ગત મંગળવારે રાતે દારૂ પીને આવતાં પત્ની શિલ્પાએ તેને માર માર્યો હતો. આ પછી રાત્રે તેઓ સૂઈ ગયા હતા.
શિલ્પા પાનસુરિયા ઘરે સાડીમાં સ્ટોન લગાવી થોડી કમાણી કરતી હતી. અશોક કાંઇ કામ ધંધો કરતો ન હતો અને પત્નીની કમાણીનાં નાણાં વેડફી નાખતો હતો. જેને કારણે બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મંગળવારે બન્ને વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. શિલ્પાએ અશોકનું ગળું દબાવી દીધું અને ધક્કો મારી દેતાં અશોકનું માથું ભીંતમાં અફડાયું હતું. જોકે, તેને ખબર ન હતી કે તેનાથી હત્યા થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -