સુરતઃ કોંગ્રેસના મહિલા નેતાને IASએ કહ્યું, .... , મહિલાએ ઠોકી દીધા બે તમાચા ને થયો ભવાડો, જાણો વિગત
ફ્લાઈટમાં સવાર અન્ય મુસાફરોએ પણ મેઘના પટેલનો પક્ષ લીધો હતો. મેઘના પટેલે સુરત ખાતે લેન્ડિંગ બાદ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. જોકે દોઢ કલાકની રકઝક બાદ આઇએએસે માફી માંગતા મામલો થાળે પડી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ દિલ્હી-સુરત ફ્લાઈટમાં કોંગ્રેસ પ્રદેશ મંત્રી મેઘના પટેલ અને IAS વચ્ચે તમાચાવાળી થઈ. દિલ્હીથી સુરત આવતી ફ્લાઈટમાં મોબાઈલ સાયલન્ટ કરવા બાબતે થયેલી તકરારમાં કોંગ્રેસ પ્રદેશ મંત્રી મેઘના પટેલ અને સેક્રેટરી લેવલના અધિકારી વચ્ચે છૂટાહાથની મારા મારી થઈ હતી. જોકે, અધિકારીએ માફી માગી લેતા મેઘનાએ પોલીસ ફરિયાદ કરી ન હતી.
કોંગ્રેસ ગુજરાત પ્રદેશના મંત્રી મેઘના પટેલ દિલ્હી ખાતે અધિવેશનમાંથી ફ્લાઈટમાં સુરત પરત ફરી રહ્યા હતા. તેમની બાજુની સીટમાં બેસેલા એક સૌરાષ્ટ્રવાસી પેસેન્જરની મોબાઈલની રીંગ વાગી હતી. પેસેન્જરે મોબાઈલ સાઈલન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હેંગ થઈ ગયો હોવાથી કરી શક્યા ન હતા.
દરમિયાન પાછળની સીટ પર બેસેલા આઇએએસ લેવલના સેક્રેટરીએ તેમની સાથે બેહુદું વર્તન કર્યુ હતું. જેથી મેઘના પટેલે તેમને ટોક્યા હતા. આવું વર્તન ન કરવા કહેતા આઇએએસે મેઘના પટેલને ગાળ આપી હતી. જેથી મેઘનાએ તેમને એક તમાચો ચોડી દેતાં તેણે પણ સામે તમાચા જડી દીધા હતા. જેને કારણે ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હતો.
આઈએએસે પેસેન્જર સાથે ગેરવર્તન કર્યુ હતું. જે બાબતે મેં ટકોર કરી તો મને ગાળ આપી હતી. જેથી મેં તમાચો ચોડી દીધો હતો. સામે તેણે મને બે તમાચા માર્યા હતા. જેથી ફરિયાદ નોંધાવવાની જીદ કરી હતી. પરિવારના આગ્રહને કારણે તેમજ અધિકારીએ માફી માંગતા નોંધાવી ન હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -