સુરતઃ મહિલા વકીલે કરી સંચાલક સામે બળાત્કારની ફરિયાદ ને પછી આવ્યો જોરદાર ટ્વિસ્ટ, જાણો
આથી ડરી ગયેલા પરબતભાઈ બીજલ પટેલને મળ્યા હતા. બીજલે સંચાલકને કહ્યું હતું કે, તમારે બળાત્કારના કેસમાંથી બચવું હોય તો 40 લાખ રૂપિયા આપી દો. જોકે, પરબતભાઈએ આ અંગે પોલીસને વાત કરતા અમરોલી પોલીસે મહિલા વકીલ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, તેમની સામે બળાત્કારની કોઈ ફરિયાદ થઈ જ નહોતી.
મળતી માહિતી પ્રમાણે મોટા વરાછામાં તળાવ પાસે દરબાર ફળિયામાં આનંદધારા આશ્રમમાં રહેતા પરબત વઘાસિયા (ઉ.વ.62) મૂળ અમરેલી મોટા આંકડિયા ગામના રહેવાસી છે. તેઓ વર્ષોથી આશ્રમનું સંચાલન કરે છે. ગત 24મી જૂને બીજલ પટેલ નામની મહિલા વકીલે પરબતભાઇને ફોન કરીને ધમકાવ્યા હતા અને કહ્યું કે, તમારા આશ્રમમાં અસામાજીક પ્રવૃત્તિ થાય છે. તમે પણ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, મહિલાએ અમને ફરિયાદ કરી છે, જેના આધારે મહિલા પોલીસ મથકમાં અરજી કરાઇ છે. આમ કહી બે દિવસમાં મળવાનું પરબતભાઈને જણાવ્યું હતું.
સુરતઃ શહેરના મોટા વરાછામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા વકીલે આનંદધારા આશ્રમના વૃદ્ધ સંચાલક સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. જોકે, આ ઘટનામાં તપાસ કરતા જોરદાર ટ્વિસ્ટ આવ્યો હતો. વાત જાણે એવી છે કે, મહિલા વકીલે સંચાલકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, તેમનું કાવતરું ખુલ્લુ પડી જતાં પોલીસે મહિલા વકીલ અને તેના વૃદ્ધ સાગરીતની ધરપકડ કરી હતી.