સુરતઃ પ્રેમી સાથે પકડાઇ જતાં મોહિનીએ બેડરૂમમાં ગળેફાંસો ખાધો, પતિએ કઈ રીતે તોડ્યો'તો દરવાજો? જાણો
મોહિનીનો પ્રેમી રંગેહાથ ઝડપાઇ જતાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો, ત્યારે તેના બૂટ અને ટિફિન ત્યાં જ પડ્યા રહ્યા હતા. આ તસવીરમાં પ્રેમી ધર્મેશના બૂટ અને ટિફિન દેખાય છે. જ્યારે સીસીટીવીમાં ઊઘાડા પગે નાસી રહેલો ધર્મેશ નજરે પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધર્મેશ પ્રેમિકા મોહિની સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો, ત્યારે જ તેના સસરા આવી ચડતાં ધર્મેશ પલંગ નીચે સંતાઇ ગયો હતો. આ તસવીરમાં ઘરે આવી પહોંચેલા તેના સસરા અને જ્યાં ધર્મેશ સંતાયો હતો, તે પલંગ નજરે પડે છે.
દરવાજો ખોલતાં જ કૃણાલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, તેણે જે દ્રશ્ય જોયું તે અસહ્ય હતું. તેની પત્ની દુપટ્ટો બાંધીને પંખા સાથે લટકી ગઈ હતી. જેને કૃણાલે તરત જ નીચે ઉતારી હતી અને તેના શ્વાસ ચાલું હોવાનું જણાતા તેને તાબડતોબ દવાખાને લઈ ગયો હતો.
આ સ્ટુલ પર ચડીને મોહિનીએ આત્મહત્યા કરી હતી.
સુરતઃ બે દિવસ પહેલા સુરતના સલાબતપુરાના મોહિનીએ પોતાના પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઇ જતાં આબરુ જવાની બીકે પોતાના બેડરૂમમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. મોહિનીના સસરાએ પોતાના પુત્રને જાણ કરતાં તે ઘરે આવી પહોંચ્યો હતો, પરંતુ દરવાજો બંધ હોવાથી અને મોહિનીએ દરવાજો ન ખોલતાં અંતે કૃણાલે દરવાજો દસ્તો મારીને તોડી નાંખ્યો હતો. જે તસવીરમાં તૂટેલો દરવાજો જોઇ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -