સુરતઃ સગીર દીકરી સાથે બળાત્કારનો પરિવારે લગાવ્યો આક્ષેપ, શું સામે આવી ચોંકાવનારી વિગત? જાણો
સુરતઃ આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માત થયો ત્યારથી હજુ સુધી સગીરા બેભાન હાલતમાં જ છે. પોલીસે હાલ બંને યુવકોની ધરપકડ કરી છે. તેમજ તેમની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, પરવટ પાટિયા પાસે રહેતી 14 વર્ષીય સગીરાને બે યુવકો ફરવા માટે બાઈક પર ઓલપાડના ડભારીએ 19મી તારીખે લઈ ગયા હતા. રસ્તામાં સગીરા બાઈક પરથી પડી જતા માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી બંને યુવકો તેને પહેલા સિવિલ અને પછી વધુ સારવાર માટે ભટારની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરિવારનો આક્ષેપ છે કે, યોગેશ અને કિશને તેમની દીકરીનું અપહરણ કર્યું હતું. તેમણે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં કમકમાટી ઉપજાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીંથી વિદ્યાર્થિનીના કપડા, ચંપલ અને કાંટાળી ઝાડીમાંથી લોહીના ડાઘા મળી આવ્યા છે.
આ સમાચાર પછી પોલીસ હરકતમાં આવી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી બંને યુવકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બે પૈકી એક યુવક સગીરાનો પ્રેમી હોવાનું અને પોતાની મરજીથી ઓલપાડના ડભારી દરિયા કિનારે સગીરા સાથે ફરવા આવી હતી. જ્યાં રસ્તામાં અકસ્માત સર્જાયો હતો.
સગીરાના પિતાએ આક્ષેપ કર્યો કે, મારી દિકરીનું અપહરણ કરીને બંને યુવકોએ લઇ જઇ બળજબરી કરી હતી. તેને ગળામાં ઈજાના નિશાન પણ છે. જો બાઈક પરથી મારી દીકરી પડી હોય તો તે બે યુવકોને કેમ ન વાગ્યુ, બાઈક પણ નુકશાન થયું નથી. મારી દીકરી સાથે કંઈ થયું હોઈ શકે છે. મારી દીકરી હજુ ભાનમાં નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -