સુરતઃ યુવતીને હતા કઝિનના મિત્ર સાથે પ્રેમસંબંધ, કઝિનને ખબર પડતાં શું આવ્યો અંજામ?
જોકે, તેમણે ફૈયાઝ આપણાં સમાજનો જ છે, તેમ કહીને વાતને ઉડાળી દીધી હતી. જેને કારણે અશરફ ગિન્નાયો હતો. આ પછી મંગળવારે સવારે ભીંડીબજાર પાસે તેના મિત્ર અશરફે ગળા પર ચપ્પુ મારી હત્યા કરી હતી. અશરફે ફૈયાઝ પાસે બેસીને 10 મિનિટ વાત કરી હતી અને પછી ચપ્પુ મારીને હત્યા કરી નાંખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, ઉન પાટીયાના મુહમ્મદી નગરમાં રહેતા 22 વર્ષીય મુહમ્મદ ફૈયાઝ મન્સુરી અને તેની પાડોશમાં રહેતી તેના મિત્ર અશરફના કાકાની દીકરી અંજુમ વચ્ચે પ્રેમસંબંધ હતા. ફૈયાઝ અને અંજુમને અશરફે બે-ત્રણ વાર સાથે પકડી પાડ્યા હતા. જેથી તેણે પોતાના કાકાને પણ વાત કરી હતી.
લોહીલુહાણ હાલતમાં ફૈયાઝ ફસડાઇ પડતાં બજારમાં ભાગદોડ મચી હતી. તેને નવી સિવિલમાં લઇ જવાયો પણ મૃત જાહેર કરાયો હતો. મૃતક અને હત્યારો બંને યુપીના છે. આરોપી અશરફ સિદ્દીકી ફરાર છે. પોલીસ તેના મિત્રોના ઘરે તપાસ કરી રહી છે. હત્યારાનું પગેરૂ સચિન GIDC પોલીસને મળ્યું છે.
અમદાવાદથી સુરત કાકાને ત્યાં રહેવા આવેલા અશરફને આ પ્રેમસંબંધ મંજુર નહોતો જેથી હત્યા કરી હતી. ફૈયાઝ સવારે ૧૦-૪૫ કલાકે એકટીવા લઇ ભીંડીબજારમાં શાકભાજી ખરીદવા જતો હતો ત્યારે મિત્ર અશરફે તેને બૂમ મારી અટકાવી થોડીવાર વાત કર્યા બાદ જાહેરમાં જ લાંબા તીક્ષ્ણ હથિયારથી કાપો મુકી ભાગી ગયો હતો.
હત્યાને પગલે પાંડેસરા પોલીસ પહેલા પહોંચી હતી. હાલ સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે એવી પણ વિગતો સામે આવી છે કે, પિતરાઈ ભાઈએ રાતે ધમકી આપી અને સવારે હત્યા કરી નાંખી હતી.
સુરતઃ શહેરના ઉન પાટીયા વિસ્તારમાં યુવકે મિત્રની ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. મિત્રને યુવકની કાકાની દીકરી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે યુવકને જાણ થઈ જતાં તેણે મિત્રની હત્યા કરી નાંખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -