સુરતઃ ગરબા ક્લાસથી ઘરે પરત ફરતી યુવતીની ત્રણ યુવકોએ કરી છેડતી, પિતરાઇ વચ્ચે પડતાં શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Jul 2018 11:10 AM (IST)
1
બહેનને બચાવવા જતાં પિતરાઈ ભાઈને આ ત્રણ યુવકોએ માર માર્યો હતો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ છેડતીખોરો સામે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બે યુવકોની ધરપકડ કરી લીધી છે.
2
આ અંગેની વિગતો એવી છે કે, જહાંગીરપુરામાં ગરબા ક્લાસ પૂરા કરીને રાત્રીના સમયે યુવતી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ત્રણ યુવકોએ તેને વચ્ચે આંતરીને છેડતી કરી હતી. યુવકે યુવતીને હાથથી પકડીને છેડતી કરી હતી. જોકે, આ સમયે યુવતીને તેના પિતરાઈ ભાઈએ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.
3
સુરતઃ નવરાત્રિના દિવસ નજીક આવી રહ્યા છે, ત્યારે યુવાનો ગરબાના નવા-નવા સ્ટેપ શિખવા માટે ક્લાસિસમાં જઈ રહ્યા છે, ત્યારે સુરતમાં ગરબા ક્લાસમાંથી ઘરે જતી એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. ત્રણ યુવકોએ યુવતીની છેડતી કરી હતી.